Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળએ કોરોના મહામારી અટકાવવા બાબતે આપેલા બંધના એલાનમાં : બીજા દિવસે પણ ધોરાજી સજ્જડ બંધ પાળ્યો

ધોરાજીના ઇતિહાસમાં પ્રથમ વખત સજ્જડ આ પ્રકારે બંધ રહ્યું:બંધમાં હિન્દુ-મુસ્લિમ એકતાના દર્શન થયા નાના રેગડી ચા લોકોએ પણ પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ ચેમ્બર ઓફ કોમર્સ એ ધોરાજીમાં કોરોના મહામારી નો વ્યાપ વધી જતા જેની જે ની સાંકળ તોડવા બાબતે ધોરાજી બે દિવસ બંધનું એલાન આપ્યું હતું જેમાં ધોરાજીના ઇતિહાસમાં પ્રથમ વખત સો ટકા ધોરાજી સંપૂર્ણ બંધ રહ્યું હતું

ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ (ચેમ્બર ઓફ કોમર્સ)ના પ્રમુખ લલીતભાઈ વોરા કિશોરભાઈ રાઠોડ રમેશભાઈ શિરોયા કરસનભાઈ માવાણી જયંતિભાઈ પાનસુરીયા પ્રવીણભાઈ બાબરીયા ચુનીભાઇ સંભળાણી વિગેરે ૩૦ જેટલા એસોસિએશન દ્વારા ધોરાજી કોરોના ની સાંકળ તોડવા બાબતે ધોરાજી બે દિવસ સજ્જડ બંધ કરવા વેપારીઓને અપીલ કરી હતી
જેના અનુસંધાને ધોરાજીમાં શનિવારે સજ્જડ બંધ રહ્યું હતું તેમજ રાત્રીના સમયે પણ સંપૂર્ણ બંધ રહ્યું હતું એવું જ રવિવારે ધોરાજી શહેરના  તમામ વિસ્તારો સ્વયંભૂ બંધ રહ્યા હતા સાથે સાથે ધોરાજીના જે લોકો એસોસિએશનમાં નથી તેવા લોકોએ પણ સંપૂર્ણ બંધ પડ્યું હતું અને ખાસ ધોરાજી શાકભાજી ની લારીવાળા ચા પાન ના ગલ્લાવાળા એ પણ ત્રણ દરવાજા વિસ્તારમાં સજ્જડ બંધ પાળ્યો હતો અને કરોનાની સાંકળ તોડવા બાબતે સહકાર આપ્યો હતો
આ સમયે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ ના પ્રમુખ લલીતભાઈ વોરા કિશોરભાઈ રાઠોડ રમેશભાઈ શિરોયા વિગેરે એ ધોરાજીના તમામ વેપારીઓ તેમજ લારી ગલ્લા ચા પાનની દુકાનો તેમજ ધોરાજી શહેરમાં સૌપ્રથમ વખત  સૌથી નાના વેપારી લારીવાળા શાકભાજીવાળા ઓ એ બંધ રાખી સહકાર આપ્યો તેમજ ધોરાજીમાં કોમી એકતાના દર્શન થયા  તે બાબતે તમામ સમાજના આગેવાનો તેમજ તમામ વેપારીઓ તમામ નાના લારી ગલ્લાવાળા વેપારીઓ વિગેરેનો આભાર માન્યો હતો
આ સાથે હજુ ધોરાજી માંથી કોરોના ગયો નથી જેથી તમામ વેપારીઓએ પણ સાવચેતી રાખવી જરૂરી છે માસ્ક અવશ્ય પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવા જે બાબતે સૌને વિનંતી કરી હતી
બે દિવસીય ધોરાજી બંધના એલાનને સફળ કરવા બાબતે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ ના હોદ્દેદારો લલીતભાઈ વોરા કિશોરભાઈ રાઠોડ રમેશભાઈ શિરોયા જેન્તીભાઈ પાનસુરીયા કરસનભાઈ માવાણી પ્રવીણભાઈ બાબરીયા રાજુભાઈ પઢીયાર જસ્મીનભાઈ પટેલ મનીષ ભાઈ સોલંકી ધીરુભાઈ કોયાણી જયંતીભાઈ પટેલ ચુનીભાઇ સંભવાણી દર્શિત ગાંધી વિગેરે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ ના ૩૦ જેટલા એસોસિએશનના પ્રમુખ શ્રી ઓ તેમજ હોદ્દેદારો એ જહેમત ઉઠાવી હતી

(4:58 pm IST)