Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

કચ્છના માતાના મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે અચોક્કસ મુદ્દત સુધી બંધ : જિલ્લામાં કોરોના સંક્રમણ વધતાં લોકહિતમાં કરાયો નિર્ણય

ભુજ : કચ્છમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે માતાના મઢ, નારાયણ સરોવર અને કોટેશ્વર મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. આજે માતાના મઢ મંદિર ના દ્વારા રવિવારે માતાના મઢ મંદિરના ગાદીપતિ રાજાબાવા યોગેન્દ્રસિંહજીની અધ્યક્ષતામાં  મળેલી બેઠકમાં આવતીકાલ ૧૨/૪ થી ચોક્કસ મુદ્દત સુધી દર્શનાર્થીઓ માટે મંદિરના દ્વાર બંધ કરવાનો નિર્ણય કરાયો હતો. દરમ્યાન ગઇકાલે લખપત તાલુકા મામલતદાર એ.એન. સોલંકીએ નારાયણ સરોવર અને કોટેશ્વર મંદિરનાં મહંત સાથે કોરોના સંક્રમણ અંગે ચર્ચા કરી હતી. જેને લઈને  નારાયણ સરોવર જાગીરના અધ્યક્ષા સોનલલાલજી મહારાજ અને કોટેશ્વર મંદિરના ગાદીપતિ દિનેશગિરિજી મહારાજે દર્શનાર્થીઓ માટે આજથી અચોકકસ મુદ્દત માટે મંદિરના દ્વાર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જોકે,બંધ દરમ્યાન આ ત્રણેય મંદિરો માં નિયમિત પૂજાવિધિઓ ચાલુ રહેશે.

(4:53 pm IST)