Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

ધ્રોલ ના જાલીયા- માનસર ગામ ૭ દિવસ બપોર બાદ લોકડાઉન ગ્રામ પંચાયત લીધો નિર્ણય : નિયમ નો પાલન નહી કરે તો ગ્રામ પંચાયત કડક કાર્યવાહી કર છે...

ધ્રોલ હાલમાં દિવસેને દિવસે કોરોના ના કેસો વધી રહ્યા હોય ત્યારે ગ્રામીણ વિસ્તારમાં કોરોના નો હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક કોરોના સામે લડવા માટે ગ્રામ પંચાયતો દ્વારા સંક્રમણ લાદવા માટે ધ્રોલ તાલુકા ના માનસર. જાલીયા ગ્રામ પંચાયત દ્રારા સ્વચ્છાએ લોકડાઉન કરવા નો નિર્ણય લીધો હાલમાં કોરોના નો બિજો તબક્કા મા કોરો ના કેસ વધારે આવતા જાલીયા માનસર ગામે કોરોના ના કેસો સંખ્યા ઘટાડો લાદવા માટે જાલીયા - માનસર ગ્રામ પંચાયત દ્વારા નીચે નીતિ-નિયમોનો પાલન કરવા જાહેર જનતાને હુકમ કરવામાં આવ્યો છે તારીખ ૧૨/૪/૨૦૨૧ થી ૧૮/૪/૨૦૨૧ સુધી  લોકડાઉન રહેશે સંપૂર્ણ ગામ સવાર ના ૭ થી સવારના ૧૧ વાગ્યા સુધી ખુલ્લું રહેશે ત્યારબાદ લોકડાઉનનો પાલન કરવાનું રહેશે, બીજા દિવસે ઉપલબ્ધ મુજબ નીતી નિયમનું પાલન કરવાનું રહેશે, તમામ દુકાનો મા એક જ ગ્રાહક દુકાન ગ્રાહક ની ભીડ થશે તો તમામ જવાબદારી દુકાનદારની રહેશે તેમજ દુધ ની ડેરી સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી ખુલી રહેશે જાહેર જનતાને કામ સિવાય ગામમાં ખોટી રીતે બેસવું કે આવું નહીં તમામ વ્યક્તિઓને માસ્ક પેહરવુ ફરજિયાત રહેશે ગ્રામ પંચાયત દ્રારા નિયમ કરવામા આવેલ જેનુ ચુસ્ત પાલન કરવા રહેશે અને કોઈપણ નીતિનિયમો તોડશે તો એના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવુ ગ્રામ પંચાયતની યાદીમાં જણાવ્યું છે..

(3:37 pm IST)