Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

લોકડાઉનમાં જુગારનો ધમધમાટ : મોરબી-ટંકારા જુગાર રમતા ૯ ઝડપાયા

બીલીયા ગામે જુગાર રમતા છ ઝડપાયા: ટંકારામાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

 

મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બીલીયા ગામે હીરાના કારખાના પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા પોલીસે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા વશરામ મગનભાઈ સાણંદીયા, તારમહમદ મામદ સુમરા, ભૂદર વાલજી સાણંદીયા, મનસુખ ઉર્ફે મનુભાઈ અમરશી ગામી, એઝાઝ હાજી સુમરા અને ફારૂક આદમ સુમરા રહે બધા બીલીયા વાળાને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૪૭૩૦ જપ્ત કરી છે

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન નદીના સામાકાંઠે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા પરેશ વશરામ દેગામાં, વિપુલ ઉર્ફે માકડી ધીરૂભાઈ બાબરીયા અને પરેશ કોળી એમ ત્રણને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૨૧૯૦ જપ્ત કરી છે

(12:47 am IST)