Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

અમરેલી અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી: મહત્તમ તાપમાન 42.4 ડિગ્રી તાપમાન: ભુજ 41.9 , રાજકોટ અને વડોદરામાં 41.5 ડિગ્રી તાપમાન: સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોમધખતો તાપ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ધોમધખતા તાપથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે મહત્તમ તાપમાનનો પારો સતત ઊંચે ચઢતો જાય છે જેના કારણે બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બની જાય છે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે આજે પણ મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડી ગયો છે આજે અમરેલી અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ છે અને મહત્તમ તાપમાન 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ભુજ 41.9 , રાજકોટ અને વડોદરામાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયુંં છે

આ ઉપરાંત અમદાવાદ અને ડીસામાં મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી સુરત ૩૯ ડિગ્રી દ્વારકા 30 ડિગ્રી કચ્છના નલિયામાં 35 ડિગ્રી વલ્લભ વિદ્યાનગર 40.3 ડિગ્રી, કંડલા એરપોર્ટ 41.4 દિવ માં મહત્તમ તાપમાન35.8 દીકરી તાપમાન નોંધાયું છે

(9:06 pm IST)