Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

કલ્યાણપુરના જેપુરના ૬ વર્ષની પુત્રીના વિયોગમાં માતાએ ઝેરી ટિકડા ખાધા

 ખંભાળિયા તા.૧૧: કલ્યાણપુર તાલુકાના જેપુરગામની સીમમાં રહેતા પુજાબેન જેશાભાઇ બાપોદરા (ઉ.વ.૨૮)ની ૬ વર્ષની દીકરી વિરલ ત્રણેક માસ પહેલા તાવની બિમારીથી મૃત્યુ પામેલ હોય જેના સતત વિચાર આવતા વિયોગમાં માતા પુજાબેને દાણામાં નાખવાના ઝેરી ટીકડા ખાઇ લેતા આ બનાવ બનવા પામેલ છે.

ગોળી પી લેતા વૃદ્ધાનંુ મોત

ભાણવડ તાલુકાના ગુંદાના ઉજ્જમબેન રામભાઇ દેલવાડીયા (ઉ.વ.૭૮) ને ઓછું દેખાવાની તકલીફ હોય આથી બિપીની દવાને બદલે ઘઉમાં નાખવાની ગોળીઓ પી લેતા સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

ભીમરાણામાં જુગાર રમતા મહિલા સહિત છ ઝડપાયા

મિઠાપુરના ભીમરાણા ગામે રાજનગર ચર્ચની પાસે જાહેરમાં તિન પતિનો જુગાર રમી પૈસાની હારજીત કરતા રાણાભા ઉર્ફે બાબુભા ગગુભા હાથલ, સામાબેન ભીખુભા કુંભાણી, બચુભાઇ જીવાભા ભગાડ, પરમાબેન ભુપતભા માણેક, આશુબેન નાયાભા સુંભણીયા, રાણીબેન દેવુભા હાથલ તમામને રોકડ રૂ. ૫૪૦૦ની મત્તા સાથે રેઇડ દરમ્યાન મિઠાપુર પોલીસે ઝડપી પાડયા હતા.

ખંભાળિયા નજીક વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

ખંભાળિયા પોલીસ સ્ટાફ રિલાયન્સ ચોકડી નજીક પેટ્રોલીંગમાં હોય તે સમયે જી.જે. ૧૦ સી.જે. ૧૦૮૫ નંબરની બાઇક લઇને પસાર થતા બે શખ્સોને રોકી તપાસ કરતા બાઇકમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૨ કિ.રૂ. ૬૮૦૦ તથા બાઇક મળી કુલ રૂ. ૨૬,૮૦૦ના મુદ્દામાલ સાથે અરશી કરશન છુછર રહે. ટીટોડી તા. કલ્યાણપુર તથા મદદગારી કરનાર યુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા રહે. દિગ્જામ વુલનમિલ જામનગર બંન્નેન ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(3:44 pm IST)