Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

જામનગરના ઉતારાવાળી મિલ્કતમાં ભાડુઆતો ફલેટના માલીક બનશેઃ ૪ ભાડુઆતોને યથાવત સ્થિતિનો હુકમ

૬૯ ભાડુઆતવાળી મિલ્કતના માલીક ગીરીરાજસિંહ ઝાલાની તરફેણમાં થયેલા હુકમ સંદર્ભે : યથાવત સ્થિતીનો હુકમ મેળવનાર ૪ ભાડુતો ગેરમાર્ગે દોરતી સ્થિતિ પેદા કરતા હોવાની રજુઆત

રાજકોટ, તા., ૧૧:  રાજકોટ શહેરમાં જુના જામનગરના ઉતારા તરીકે ઓળખાતી મિલ્કતમાં અંદાજે૬૯ ભાડુઆતો હતા જે મિલ્કત શ્રી શામજી વેલજી વીરાણી અને કડવીબાઈ વીરાણી સ્મારક ટ્રસ્ટ, રાજકોટ પાસેથી ગીરીરાજસિંહ જે. ઝાલાએ કાયદેસ૨ના ૨જીસ્ટ૨ વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલી.

આ જામનગ૨ના ઉતારાવાળી મિલ્કતમાં આવેલ ભાડુઆતો પૈકી હરકિશન નટવરલાલ મણીયારે તેમના પત્નિ હંસાબેન હરકિશનભાઈ મણીયા૨ તથા સુરેશભાઈ ચુનીલાલ જોશીએ બ્લોક નં. ૪૧, ૪૨, ૪૭ અને ૩૧ અંગે રાજકોટના મહે. સ્મોલ કોઝ કોર્ટમાં ૨. દિ. કેસ નં. ૮૧/૧૮ થી પોતાનો કબજો પ્રોટેકટ કરવા દાવો કરેલો.

સ૨દહું દાવામાં મકાન માલીક ગીરીરાજસિંહ જે. ઝાલાએ સામો દાવો (કાઉન્ટર કલેઈમ) દાખલ કરી મનાઈ હુકમની માંગણી કરેલી, મકાન માલીકે સામા દાવામાં જણાવેલ કે, આ જામનગરના ઉતારા વાળી મિલ્કત ખુબ જ જર્જ રીત અને પડી જાય તેવી સ્થિતીમાં હોય અને જાન માલનું નુકશાન થાય તેવી સ્થિતીમાં હોય આ મિલ્કતમાં રહેવાય તેવી પરિસ્થિતી નથી, વાદી મકાન માલીક આ ભાડુઆતોને તેના ભાડાવાળી જગ્યાના ક્ષેત્રફળ મુજબનો નવા બાંધકામ વાળો ફલેટ અવે જ લીધા વગર ઓનરશીપના ધોરણે આપવા માંગીએ છીએ. અને જયા સુધી ફલેટનું બાંધકામ ન થાય ત્યા સુધી આ ભાડુઆતોને અન્ય જગ્યાએ રહેવા માટે નકિક થયા મુજબનું મકાનનું ભાડુ આપવા તૈયાર છીએ. એટલે મકાન માલીક વાદીનો ઈરાદો શુભ અને ભાડુઆતોના લાભ માટેનો છે.

તેમજ બ્લોક નં. ૩૧ ના ભાડુઆત હંસાબેન હરકિશનભાઈ મણીયાર નથી અને આ બ્લોક નં. ૩૧ ના મુળ ભાડુઆત પોપટલાલ ત્રીભોવન શાહ છે. આ પોપટલાલ ત્રીભોવન શાહ આ બ્લોક નં. ૩૧ બંધ કરીને ઘણા વર્ષો પહેલા જતા રહેલ છે. અને આ બ્લોક નં. ૩૧ ઘણા વર્ષોથી બંધ છે. આ બ્લોક નં. ૩૧ મા કોઈ ૨હેતુ પણ નથી અને આ બ્લોક નં. ૩૧ના એક રૂમમાં એક મોટુ ઝાડ ઉગી ગયેલ છે વિગરે હકિકતો જણાવી આ ભાડાવાળી જગ્યાનો કબજો મળવા વિગરે દાદ માગતો કાઉન્ટર કલેઈમ દાખલ કરેલ અને વચગાળાના તબબકે વાદીઓ એટલે કે ભાડુઆતો આ મિલ્કત કોઈને ટ્રાન્સફર કરે નહી અને દાવાવાળી મિલ્કતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરે નહી તેવા વચગાળાના મનાઈ હુકમની માંગણી કરેલી.

આ કેસમાં સ્મોલ કોઝ કોર્ટના જજશ્રીએ બન્ને પક્ષકારોની દલીલ સાંભળી પોતાના હુકમમાં હેલ્ડ કરેલ છે કે દાવાના

જવાબમાં જણાવ્યા પ્રમાણે બ્લોક નં. ૩૧ ના ભાડુઆત હંસાબેન હરકિશનભાઇ મણીયાર નથી. બ્લોક નં. ૩૧ ના મુળ ભાડુઆત પોપટલાલ ત્રીભોવન શાહ વર્ષોથી આ બ્લોક બંધ કરીને જતા રહેલ છે. આ હંસાબેન હરકિશનભાઇ મણીયારએ જણાવેલ કે તેઓ પોપટલાલ ત્રીભોવન શાહના સંબંધી હોય તેથી મકાન માલીકે તેમની પાસેથી ભાડુ સ્વીકારેલ અને તેમ છતા આ હંસાબેન હરકિશનભાઇ મણીયારએ એક ભાડાની રસીદ નં. ૯રપ ખોટી ઉભી કરેલી છે વિગેરે અંગે મકાન માલીકના વકીલશ્રી તરફથી દલીલ કરવામાં આવતા સ્મોલ કોઝ કોર્ટના જજ શ્રી સી.એન.દેસાઇએ આ ભાડુઆતો દાવાવાળી-ભાડાવાળી મિલ્કતની કબજા અંગેની યથાવત પરિસ્થિતિ જાળવી રાખે તેવો હુકમ કરેલ છે. આમ હવેપછીથી દાવાવાળા ચાર બ્લોક સિવાયની તમામ જમીનમાં ગીરીરાજ પેલેસ નામનું બીલ્ડીંગ સાકાર લેશે અને બધા જ ભાડુઆતો હવે પછીથી ફલેટના માલીકો બનશે. જે ઇમારતનો બિલ્ડીંગ પ્લાન રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા મંજુર થતા બિલ્ડર્સ તથા ભાડુઆતોએ લાડવા વહેચીને ખુશી વ્યકત કરેલ છે.

સ્મોલ કોઝ કોર્ટએ દાવાવાળી-ભાડાવાળી મિલ્કતની યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા હુકમ કરેલ હોય તેમ છતા આ ભાડુઆતો નામદાર કોર્ટના હુકમનું ખોટુ અર્થઘટન કરી જુદી-જુદી કચેરીમાં 'મકાન માલીક તેની આ ભાડાવાળી જગ્યા સિવાયની જમીન ઉપરનું કામકાજ બંધ કરી દે' તેવી ગેર રજુઆત કરી ખોટી અરજીઓ આપતા હોય અને મકાન માલીકને બ્લેકમેઇલ કરી સમાધાનના નામે મોટી રકમની માંગણી કરતા હોય મકાન માલીક ગીરીરાજસિંહ જે.ઝાલાએ રાજકોટ શહેર પોલીસ કમિશ્નર સાહેબ સમક્ષ આ ભાડુઆતો સામે ફરીયાદ દાખલ કરેલ છે.

આ કેસમાં મકાન માલીક ગીરીરાજસિંહ જે.ઝાલા વતી રાજકોટના ધારાશાસ્ત્રી ધર્મેશ યુ. વકીલ તથા મનોજ એન.ભટ્ટ તથા આનંદ કે.પઢીયાર રોકાયેલ છે.

(3:44 pm IST)