Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

મોરબીમાં વ્યાજે લીધેલા રૂપીયા ન ચુકવી શકનાર યુવાનને ૩ શખ્સોની ધમકી

નરેન્દ્રસિંહ સુરમાએ ભાવેશ પોપટ, ચેતન પોપટ તથા દિવાનસિંહ સામે પોલીસમાં લેખીત ફરીયાદ કરી

મોરબી, તા., ૧૧: મોરબીના યુવાને ત્રણ શખ્શો પાસેથી ત્રણ લાખથી વધુની રકમ વ્યાજે લીધી હોય અને ઊંચું વ્યાજ ભરનાર યુવાન રકમ ચૂકવી સકતો ના હોય જેથી તેને હેરાનગતિ કરવામાં આવતી હોય અને ઉઘરાણી માટે હેરાન કરવામાં આવતો હોવાની લેખિત રજૂઆત પોલીસને કરવામાં આવી છે.

મોરબીના લાયન્સનગરના રહેવાસી અને નગરપાલિકામાં કોન્ટ્રાકટ કર્મચારી તરીકે ફરજ બજાવતા નરેન્દ્રસિંહ સૂરમાંએ પોલીસને કરેલી લેખિત અરજીમાં જણાવ્યું છે કે તેણે ભાવેશ રતિલાલ પોપટ પાસેથી ૩.૭૦ લાખ રૂપિયા અને આરોપી ચેતન કિશોરભાઈ પોપટ પાસેથી ૬૦ હજાર હાથ ઉછીના લીધા હતા જે રકમ ની ઉઘરાણી મામલે આરોપી ભાવેશ રતિલાલ પોપટ રહે નવલખી રોડ, ચેતન કિશોરભાઈ પોપટ રહે કુબેરનગર મોરબી અને દીવાન સિંહ ઝાલા રહે રંગપર બેલા વાળા એમ ત્રણેય  નગરપાલિકામાં નોકરીના સ્થળે આવી ધમકાવે છે અને વ્યાજ ૧૦ ટકા આપવું પડશે કહીને ધમકી આપી છે પોલીસે યુવાનની અરજીના આધારે વધુ તપાસ ચલાવી છે.

(3:44 pm IST)