Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

જુનાગઢના વડાલની બેંકમાં નજર ચૂકવી ચોરી કરનાર કરણ દેવીપૂજક પકડાયો

રાજકોટ રૂરલ એસઓજીએ ૧પ હજારની રોકડ સાથે ૧પ હજારની રોકડ સાથે કરણને ગોંડલમાંથી દબોચી લીધો

 

તસ્વીરમાં પકડાયેલ (નીચે બેઠેલ) શખ્સ સાથે રૂરલ એસઓજીનો સ્ટાફ નજરે પડે.

રાજકોટ તા. ૧૧ : જુનાગઢના વડાલ ગામે બેંક ઓફ ઇન્ડીયામાં ગ્રાહકની નજર ચુકવી ૧પ હજાર રોકડની ચોરી કરનાર દેવીપૂજક શખ્સને ગોંડલમાંથી રૂરલ એસઓજીએ ઝડપી લીધો હતો.

જીલ્લા અધિક્ષક બલરામ મીણાની સુચનાથી એસઓજી બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર એચ.જી.પલ્લાચર્યા સ્ટાફ સાથે ગોંડલ વિસ્તારમાં હતા તે દરમ્યાન પો.હેડ. કોન્સ જયવિરસિંહ રાણા તથા પો.કો.ધર્મેન્દ્રભાઇ ચાવડાને હક્કીકત મળેલ કે જુનાગઢ તાલુકાના વડાલ ગામે આવેલ બેન્ક ઓફ ઇન્ડીયામાંથી નજર ચુકવી પૈસાની ચોરી કરનાર ઇસમ ચોરી થયેલ રોકડ રૂપિયા મુદામાલ સાથે ગોંડલ સરકારી હોસ્પિટલ ચોકમાંથી નીકળનાર છ.ે સદરહું જગ્યાએ વોચમાં રહી કરણ જેન્તીભાઇ સોલંકી જાતે દેવીપુજક ઉ.ર૦ ધંધો મંજુરી રે. ગોંડલ, સરકારી દવાખાના સામે ખાડામાંને પકડી ઝડપી તપાસ કરતા તેના ખીસ્સામાંથી રૂપિયા ર૦૦૦ ના દરની નોટો નંગ ૬ તથા રૂપિયા પ૦૦ના દરની નોટો નંગ-૬ મળી કુલ રોકડ રૂપિયા ૧પ,૦૦૦/  મળી આવેલ જે મજકુર ઇસમે ગઇ તા. ર૬/૩/ ના રોજ જુનાગઢ તાલુકાના વડાલ ગામે આવેલ બેન્ક ઓફ ઇન્ડીયામાં ગયેલ અન ત્યાં પૈસા જમા કરાવવા માટે આવેલ એક માણસની નજર ચુકવી થેલીની આડસ બનાવી અનેરૂપિયા ૧પ,૦૦૦/-ની ચોરી કરેલ હોય જેથી મજકુર જુનાગઢ તાલુકા પો.સ્ટે.માં ફ.ગુ.ર.નં.૪૯/૧૯ આઇ.પી.સી.ક.૩૭૯ મુજબના કામે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહીમાં એસઓજીના પો.હેડ. કોન્સ. ઉપેન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, પો.કોન્સ. ધર્મેન્દ્રભાઇ ચાવડા, રણજીતભાઇ ધાધલ તથા દિલીપસિંહ જાડેજા રોકાયા હતા.

(1:35 pm IST)