Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

બગસરા વિસ્તારમાં બે ચોરીના નવ મોટર સાયકલ તથા કૂવામાંથી પાણી ખેંચવાના બે મશીન સાથે ત્રણ ઇસમો ઝડપાયા

અમરેલી, તા.૧૧:   અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય મિલ્કત સબંધી વણશોધાયેલ ગુન્હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડી ચોરીનો મુદ્દામાલ રીકવર કરી તેના મુળ માલિકને મિલકત પાછી મળે તે માટેના સઘળા પ્રયત્નો કરવા  માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. ડી.કે.વાઘેલા તથા એલ.સી.બી. ટીમ દ્વારા બગસરા પો.સ્ટે. વિસ્તારમાં બે અલગ અલગ જગ્યાએ છાપા મારી ચોરીના નવ મોટર સાયકલ તથા કુવામાંથી પાણી ખેંચવાના મશીન સાથે ત્રણ ઇસમોને પકડી પકડી પાડેલ છે.

 બગસરા ટાઉનમાંથી પકડાયેલ ઇસમ મનોજ ઉર્ફે સંગુ અશોકભાઇ મકવાણા, ઉં.વ.૨૪, ધંધો.મજુરી, રહે.બગસરા, ડો.કામળીયાના દવાખાના વાળા નાકામાં ને અટક કરેલ છે.

પકડાયેલ ઇસમના રહેણાંક મકાનેથી નીચે મુજબના ચોરીના મોટર સાયકલ મળી આવેલ છે. (૧) હીરો સ્પ્લેન્ડર પ્લસ, રજી.નં.જી.જે.૧૪.એ.એફ.૨૭૬૭, કિં.રૂ.૩૦,૦૦૦/-(ર) હીરો સ્પ્લેન્ડર પ્લસ, રજી.નં.જી.જે.૧૪.એ.ડી.૭૪૬૦, કિં.રૂ.૩૦,૦૦૦/-(૩) હીરો સ્લપેન્ડર પ્લસ, રજી.નં.જી.જે.૧૪.એ.સી.૩૮૭૬, કિં.રૂ.૩૦,૦૦૦/-(૪) હીરો સ્લપેન્ડર પ્લસ, રજી.નં.જી.જે.૦૩.ઇ.એમ.૯૭૨૧, કિં.રૂ.૩૦,૦૦૦/-(૫) હીરો સ્લપેન્ડર પ્લસ, રજી.નં.જી.જે.૧૪.એ.ડી.૩૪૨૬, કિં.રૂ.૩૦,૦૦૦/-

ઉપરોકત મોટર સાયકલો ચોરી થયેલ તે અંગે બગસરા પો.સ્ટે.માં નીચે મુજબના ગુન્હાઓ રજી. થયેલ છે. (૧) બગસરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૭૦/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૩૭૯(ર) બગસરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૧૪/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૭૯(૩) બગસરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૨૫/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૭૯(૪) બગસરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૨૬/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૭૯(૫) બગસરા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૨૭/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૭૯.

(૧) ચંપુ ગભરૂભાઇ વાળા, ઉં.વ.૩૬, ધંધો.ખેતી, રહે.સુડાવડ, તા.બગસરા. (ર) મહેબુબ જમાલ મોર, ઉં.વ.૨૪, ધંધો.ડ્રાઇવીંગ, રહે.સુડાવડ, અટક કરેલ છે.

સુડાવડ ગામની સીમમાં આરોપીની વાડીએથી નીચે મુજબનો ચોરીનો મુદ્દામાલ મળી આવેલ છે. (૧) કુવામાંથી પાણી ખેંચવા માટેના મશીન નંગ-૨, કિં.રૂ.૬,૦૦૦/- (ર) હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી.નં.જી.જે.૦૫.પી.જે.૫૬૧૩, કિં.રૂ.૩૦,૦૦૦/-(૩) હીરો સ્લપેન્ડર પ્લસ મો.સા. રજી.નં. જી.જે. ૦૫.પી.આર. ૧૦૫૦,   કિં.રૂ.૩૦,૦૦૦/-(૪)હોન્ડા એકટીવા સ્કુટર, રજી.નં.જી.જે.૦૩. એચ.જી. ૮૩૦૩,   કિં.રૂ.૩૦,૦૦૦/-(૫) રોયલ એન્ફીલ્ડ બુલેટ,   રજી.નં.જી.જે.૦૫. એમ.પી.૯૧૨૦, કિં.રૂ.૭૫,૦૦૦/- ઉપરોકત મોટર સાયકલો ચોરી થયેલ તે અંગે સુરત શહેર/જીલ્લામાં નીચે મુજબના ગુન્હાઓ રજી. થયેલ છે.

(૧) અમરેલી પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૩૭૦/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૩૭૯(ર) ડુમસ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૪૬/૨૦૧૮, ઇ.પી.કો. કલમ ૩૭૯(૩) પુણા પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૩૫૪/૨૦૧૯, ઇ.પી.કો. કલમ ૩૭૯.

ઉપરોકત વિગતે પકડાયેલ આરોપીઓ તથા ચોરીનો મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા સારૂ બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે

(1:32 pm IST)