Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

જામનગરના પ્રણામી સંપ્રદાયના ગ્રાઉન્ડમાં વિજયભાઇ રૂપાણી અધ્યક્ષતામાં ભાજપની જાહેર સભા

જામનગર :  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની રણજીતનગરમાં લેઉવા પટેલ સમાજ પાસે આવેલ પ્રણામી સંપ્રદાયના ગ્રાઉન્ડમાં ભાજપની જાહેર સભા યોજાઇ હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સભા સ્થળે પહોંચતા તેમનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યુંહતું. લોકસભાની ચૂંટણીમાં પૂનમબેન માડમ અને  ૭૭ જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેેટા ચૂટણીમાં રાઘવજી પટેલના પ્રચારમાં જામનગરમાં પ્રથમ C.M ની સભા યોજવામાં આવી હતી. આ જાહેર સભામાં કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ, રાજય મંત્રી હકુભા જાડેજા સહિતના ભાજપના નેેતાઓ ઉપસ્થિત રહયા હતા. (અહેવાલ- મુકુંદ બદીયાણી તસ્વીર કિંજલ કારસરીયા જામનગર)

(1:32 pm IST)