Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

જામનગર નજીક હાઇવે ઉપર અજાણ્યા ટ્રકની હડફેટે મોટર સાયકલ ચાલક યુવાનનું મોત

જામનગર તા. ૧૧ : અહીં પંચ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં બટુકલાલ મોહનલાલ જાદવ એ ફરીયાદ નોંધાવી છે કે, સહયોગ હોટલ સામે, જામનગર–રાજકોટ હાઈવે રોડ, ઉપર ફરીયાદી બટુકલાલના પુત્ર ઘનશ્યામભાઈ બટુકભાઈ જાદવ, ઉ.વ.૩૦, વાળા પોતાનું મોટરસાયકલ લઈ જતા હતા ત્યારે કોઈ અજાણ્યા ટ્રકે મોટરસાયકલને ઠોકર મારતા મોટરસાયકલ સાથે પડી જતા મરણજનારને મોઢા તથા કમરના ભાગે ઈજા થતા સારવારમાં જી.જી.હોસ્પિટલમાં લાવતા સારવાર દરમ્યાન મરણ ગયેલ છે.

પિયરે પછી જવાનું કહેતા પરણિતાએ જાત જલાવી

રાજકોટ સિવીલ હોસ્પિટલ ચોકીના હેડ કોન્સ. મહેન્દ્રભાઈ પરમાર, પંચ એ- ડિવીઝન પોલીસ સ્ટેશનમાં  જાહેર કરેલ છે કે, કીંજલબેન સંજયભાઈ બાબરીયા, ઉ.વ.ર૦, રે. ખીજડયા, તેમના પિયરે આટો દેવા જવુ હોય અને તેના પતિ એ બે દિવસ પછી મુકી જઈશ તેમ જણાવતા મનમાં લાગી આવતા પોતાની જાતે કેરોસીન છાટીને સળગી જતા રાજકોટમાં સારવાર દરમિયાન મરણ ગયેલ છે.

ફોરવ્હીલ ચાલકે હડફેટે  લેતા બે વ્યકિતને ઈજા

અહીં સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રવિણભાઈ દયાળજીભાઈ માંડલીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી પ્રવિણભાઈ તથા તેમના મિત્ર રમેશભાઈ બંન્ને જણા નુરી ચોકડીથી લાલવાડી તરફ ચાલીને જતા હોય ત્યારે ફોર વ્હીલ જેના નં. જી.જે.–ર૭–સી–પ૧૦૮ ના ચાલકે  પ્રવિણભાઈ તથા સાહેદ રમેશભાઈને અકસ્માત કરી ફરીયાદી પ્રવિણભાઈને મુંઢ ઈજા તથા માથાના પાછળ ના ભાગે બે–ત્રણ ટાકા આવેલ અને સાહેદ રમેશભાઈને કપાળના જમણા ભાગે માથામાં ૧૦–ર૦ ટાકા તથા બન્ને હાથમાં છોલછાલ તથા જમણા પગમાં છોલછાલ તથા પાસળીના ભાગે મુંઢ ઈજા થયેલ છે અને હાલ ન્યુરો સર્જન પાસે સારવાર માં લઈ ગયેલ હોય જેથી આ ઈજાઓ કરી આ કામનો ફરોવ્હીલનો ચાલક નાશી ગયેલ છે.

પાંચ મહિલા ઝડપાઇ

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં લોકલ ક્રાઈમ બ્રાંચના ભારતીબેન બોજાભાઈ ડાંગર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–૪–૧૯ ના રાજપાર્ક, રંગમતી પાર્ક શેરી નં.૩ પાસે આરોપી સરોજબેન દિનેશભાઈ મગનભાઈ આરંભડીયા, કારીબેન માલદેભાઈ કારાભાઈ કરંગીયા, ખમાબા પ્રભાતસિંહ પથુભા જાડેજા, મંજુબેન કિશોરભાઈ લાખાભાઈ રાંદલપરા, લતાબેન ચંદ્રકાંત તુલસીદાસ ગાંધી, તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી ૧ર,પ૦૦ના મુદામાલ સાથે ઝડપાઈ જતા મજકુર બહેનોએ જુગાર ધારા કલમ ૧ર મુજબ ગુનો કરેલ હોય પરંતુ સુર્યાસ્ત સમય થવામાં હોય જેથી અટક કરેલ નથી. જેથી નોટીસ આપેલ છે.

(1:31 pm IST)