Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જામનગરમાં ધનવંતરી હોલ ખાતે આંતર-કોલેજ ચર્ચા સ્પર્ધા યોજાઇ

જામનગર, તા.૧૧: મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત  ધનવંતરી હોલ ખાતે કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે આંતર-કોલેજ ચર્ચા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ  સ્પર્ધામાં જામનગરની પાંચ કોલેજ (૧) સરકારી ડેન્ટલ કોલેજ (૨) સરકારી નર્સિંગ કોલેજ (૩) એમ.પી.શાહ કોમર્સ કોલેજ (૪) કે.પી. શાહ લો કોલેજ અને (૫) હરિયા કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચા સ્પર્ધા યોજાઇ હતી. સમગ્ર આયોજન  ૨ તબક્કામાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે કોલેજના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામા આવ્યા હતા ત્યારબાદ ''હું અવશ્ય મતદાન કરીશ''ના શપથ લેવાના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ ''આપણો મત અમૂલ્ય ,હું મતદાન અવશ્ય કરીશ''ના બેનર પર સહી કરી હતી.

આ સ્પર્ધામાં જામનગરના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી રવિશંકર, જામનગર જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તી પરીક તથા દેવભૂમિ દ્વારકાના જિલ્લા વિકાસ અધિકારી ડો. મનિષકુમાર બંસલ, સ્વીપના નોડલ અધિકારી અફસાના મકવા, રમત ગમત અધિકારીશ્રી નિતા વાળા, સ્વીપના સભ્યો ડી.વી.નિમાવત, આર.જી.વિઠલાણી, કે.એમ.કણસાગરા, એમ.આર.દલવાડી અને વિશાળ સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

નાની  બચત યોજના હેઠળના એજન્ટોની કામગીરીની સમિક્ષા

જામનગરઃ નાની  બચત યોજના હેઠળના એજન્ટોની કામગીરીની સમિક્ષા કરવાની હોય, જામનગર જિલ્લાના તમામ મહિલા પ્રધાન ક્ષેત્રિય બચત યોજના (પ્.ભ્.ધ્.ગ્.ળ્.) તેમજ પબ્લીક પ્રોવિડન્ટ ફંડ (ભ્.ભ્.જ્.) તથા જામનગર શહેરના એકસુત્રીય યોજના(લ્.ખ્.લ્.) ના એજન્ટોએ છેલ્લા ત્રણ વર્ષનાં રોકાણનું પત્રક તા. ૩૦ એપ્રિલ ૨૦૧૯ સુધીમાં અચૂક નાની બચત શાખા , કલેકટર કચેરી, જામનગર ખાતે રજુ કરી આપવાનું રહેશે.આ અંગેનું નિયત પત્રક નાની બચત શાખામાંથી મેળવી લેવું તેમ જામનગર જિલ્લા કલેકટર રવિશંકરની એક યાદીમાં જણાવાયું છે.

વિજરખી ફાયરીંગ રેન્જમાં  અવર-જવર પર પ્રતિબંધ

જામનગરઃ કમાન્ડર ૬૯મી બટાલીયન, એસ.એસ.બી.ગવર્નમેન્ટ પોલીટેકનીક કોલેજની બાજુમાં, વાલસુરા રોડ,પોસ્ટ બેડી, જામનગર દ્વારા ફાયરીંગ પ્રેકટીસ તા.૨૨/૦૪/૨૦૧૯થી તા.૨૭/૦૪/૨૦૧૯ના ૦૬-દિવસ પોલીસ અધિક્ષકશ્રી, જામનગર હસ્તકની વિજરખી ફાયરીંગ રેંજમાં હાથ ધરવામાં આવનાર હોય તેથી આ દિવસો દરમ્યાન જાહેર જનતાના પ્રવેશ પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી  જામનગર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.(૨૨.૧૧)

(1:31 pm IST)