Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

વિરપુર પાસે ગૌવંશ ભરેલા ૩ ટ્રક ગૌરક્ષકોએ ઝડપી પોલીસને સોંપ્યાઃ ૧૩ શખ્સોની ધરપકડ

તસ્વીરમાં વીરપુર પાસે ગૌવંશ ભરેલા ૩ ટ્રક ગૌરક્ષકોએ ઝડપી પોલીસને સોંપ્યાઃ ૧૩ શખ્સોની ધરપકડ (તસ્વીરઃ કિશન મોરબીયા.વીરપુર)

વિરપુર, તા.૧૧: વિરપુર નજીક પીઠીઠા ટોલનાકા પાસે ગૌરક્ષકોએ ગૌવંશ ભરેલા ત્રણ ટ્રકોને ઝડપી લઇ વિરપુર પોલીસને હવાલે કર્યા હતા. વિરપુર પોલીસને ૧૩ શખ્સોની ધરપકડ કરી હતી. માણાવદર તાલુકાના થાનીયાળા ગામેથી રેઢીયાળ ૧૮ ગૌવંશોને ચોરી કરી તેને કતલ કરવાને ઇરાદે ત્રણ ટ્રકોમાં ભરીને ભરૂચ જીલ્લામાં કેટલાક શખ્સો લઈ જતા હોવાની બાતમીને આધારે માણાવદર, જુનાગઢ અને ઉપલેટાના ગૌસેવકો દ્વારા  ત્રણેય ટ્રકોનો પીછો કરતા ટ્રકો અલગ અલગ અને પુર ઝડપે ચાલતા હોઈ રોડ પર ઉભા રાખવા અશકય હોય ગૌસેવકો અલગ અલગ થઈને પીછો કરવા લાગ્યા પરંતુ ટ્રકોની ઝડપને આંબી ન શકતા ગૌસેવકો દ્વારા જેતપુરના પીઠડીયાના ટોલનાકે ટ્રકો ટોલટેક્ષ ભરવા માટે ઉભા રહશે તેવા વિચારે બધા ટોલનાકે પહોંચીને વોચ ગોઠવતા પીછો કરેલ ટ્રકો નજરે પડયા હતા અને ગૌસેવકોએ ટોલટેક્ષ ભરવા ઉભેલ ટ્રકના ફરતે બાંધેલ તાલપત્રી હટાવીને જોતા તેમાં ગૌવંશો નજરે પડયા અને તેમાં ગૌવંશોને ઘાસચારો કે પાણીની સુવિધા વગર ક્રુરતાથી બાંધેલ હોય ટ્રક ચાલકોની પુછપરછ કરતા તેઓ યોગ્ય જવાબ આપી ન શકયા અને એટલી વાર બાકીના બે ટ્રકો પણ ત્યાં આવી પહોંચ્યા તેમાં પણ આ રીતે જ ગૌવંશો ભરેલ હોવાથી તે ટ્રક ચાલકોને પણ ગૌસેવકોએ ઝડપી વીરપુર પોલીસને બોલાવી ત્રણ ટ્રકોમાંથી પકડેલા ૧૩ શખ્સોને પોલીસને હવાલે કર્યા હતા.

પોલીસે ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૭ તથા પ્રાણી ક્રૂરતા અધિનિયમ ૧૯૬૦ મુજબની શખ્સોની ધરપકડ કરી હતી. અને તમામ ગૌવંશ પશુઓને જેતપુર પાંજરાપોળમાં મોકલી આપી આગળની તપાસ વીરપુર પોલીસ ચલાવી રહી છે જેમાં પકડાયેલા ૧૩ શખ્સોમાં ટ્રકચાલક ઉપલેટાનો નાનું ગીરધર  ઓડેદરા, નર્મદા જીલ્લાના પાડે ગામના રવિરાજ વસાવા, આસ્મા વસાવા, બટુક વસાવા, રેવજી વસાયા, વણકર વસાવા, ( વલવી, વિક્રમ વસાવા, છગન વસાવા, તથા ટ્રક ચાલક ધોરાજીનો કિશોર ધરમદાસ બાવાજી અને ટ્રક ચાલક ધોરાજીનો કરમણ બોદાભાઇ પટેરીયાનો સમાવેશ થાય છે.

(1:31 pm IST)