Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

મોરબીઃ ચેકરિટર્ન કેસમાં આરોપીને છ માસની સજા અને વળતર ચુકવવા હુકમ

મોરબી, તા.૧૧: માળિયામાં હાથ ઉછીના છ લાખની લીધેલી રકમ પેટે પરત આપેલ છ લાખનો ચેક બેંકમાં રીટર્ન થતા આ મામલે ફરિયાદ નોંધાવી હતી જે અંગે આજે મોરબી કોર્ટે આરોપીને છ માસની સાદી કેદ અને વળતર પેટે ફરિયાદીને ૭.૮૨ લાખ ચુકવવા આદેશ કર્યો છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળિયાના વવાણીયાના રહેવાસી અતુલભાઈ ઘેલાભાઈ ગજીયા પાસેથી તેના મિત્ર દાવે આરોપી બચુભાઈ દેશાભાઈ ચાવડા રહે નાના ભેલા તા. માળિયા વાળાએ ટુકડે ટુકડે હાથ ઉછીના કુલ રૂ ૬ લાખ લીધા હતા અને આ રકમ ચુકવવા આરોપી બચુભાઈ ચાવડાએ છ લાખનો ચેક આપ્યો હતો જોકે ચેક અપૂરતા ભંડોળને કારણે રીટર્ન થયો હતો જેને પગલે ફરિયાદી અતુલભાઈ ગજીયાએ કોર્ટમાં કરેલ દાવાની આજે સુનાવણી થઇ હતી જેમાં ફરિયાદી પક્ષના વકીલ ચિરાગભાઈ કારિયાએ કરેલી દલીલોને માન્ય રાખી મોરબીના એડી. ચીફ જયુડી મેજીની કોર્ટે આરોપી બચુભાઈ ચાવડાને કસુરવાન ઠેરવી છ માસની સાદી કેદ અને ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે તેમજ વળતર પેટે ફરિયાદીને રૂ ૭,૮૨,૦૦૦ ચૂકવવાનો પણ આદેશ કર્યો છે ફરિયાદી પક્ષે મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી ચિરાગભાઈ કારિયા રોકાયેલ હતા.

(11:52 am IST)