Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં આકાશમાંથી અગ્નિ અને લૂ વર્ષા

મહત્તમ તાપમનનો પારો સતત ઉંચે ચડતા લોકો ત્રાહીમામઃ બપોરના સમયે રસ્તાઓ સુમસામ

રાજકોટ તા. ૧૧ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આકર તાપથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અને મહત્તમ તાપમનનો પારો સતત ઉંચે ચડતો જાય છે અને અગનવર્ષા થઇ રહી છે.

બપોરના સમયે ધોમધખાતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

જુનાગઢ

જૂનાગઢ : જૂનાગઢમાં ફરીથી આકાશમાંથી અગ્નિ અને લુ વર્ષા શરૂ થઇ જતાં લોકોની પરેશાનીમાં વધારો થયો છે.

જૂનાગઢ વિસ્તારમાં ગઇકાલે મહત્તમ તાપમાનનો પારો ઉપર ચડીને ૪૦ ડીગ્રીએ સ્થિર થયો હતો. જેના કારણે મોડી સાંજ સુધી ગરમીનો સામનો કરવો પડયો હતો.

આજે સવારે રર.૮ ડીગ્રી લઘુતમ તાપમન સાથે આકાશમાંથી અગ્નિવર્ષા શરૂ થઇ ગઇ છે. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ  ઘટીને ૬૮ ટકા રહ્યું હતું. અને ૪.૭ કી.મી.ની ઝડપ પવન સાથે લુ વર્ષા થઇ હતી.

આજે અને આગામી દિવસોમાં સોરઠનું તાપમાન ૪૦ ડીગ્રી ઉપર રહેવાની હવામાન વિભગે શકયતા દર્શાવી છે.

જામનગર

જામનગરઃ શહેરનું આજનું હવામાન ૩પ.પ મહત્તમ ર૪.૮ લઘુતમ ૮૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૧.૩ પ્રતિ કલક પવનની ગતિ રહી હતી. (પ-ર૩)

 

(11:49 am IST)