Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

પોરબંદરમાં ચૂંટણી આચાર સંહિતા ભંગની ફરીયાદમાં તટસ્થ તપાસ કરવા માગણી

 પોરબંદર તા. ૧૧ :.. ગુજરાત જનતા પંચાયત પાર્ટીના લોકસભા બેઠકના ઉમેદવાર નામ ભાર્ગવભઇ સુરેશચંદ્ર જોષીએ મુખ્ય નિર્વાચીન અધિકારીને રજૂઆત કરીને ચૂંટણી આચાર સંહિતા ભંગની ે કરેલી ફરીયાદમાં તટસ્થ તપાસ કરવા માગણી કરી છે.

રજૂઆતમાં જણાવેલ કે જિલ્લા વોટર્સ કંટ્રોલ રૂમમાં મૌખિક ફરીયાદ આપેલી હતી. જેમાં આપેલા આધાર અને પુરાવાથી પ્રતિસ્પર્ધી ઉમેદવાર રમેશભાઇ ધડુક અત્રે ચાલી રહેલી એક ભાગવત કથામાં ટેકેદારો અને સમર્થકો સાથે ઉપસ્થિત રહ્યા હતાં. ત્યારે કથાવાચક શ્રી દ્વારા તેમનો સીધે સીધો ચૂંટણી પ્રચાર કરવામાં આવેલ તે વિગતને ધ્યાને રાખીને કથાનો સમગ્ર ખર્ચ  રમેશભાઇ પર નાખવા માટે ફરીયાદ આપેલ હતી. જિલ્લા ચૂંટણી વહીવટી તંત્રએ જે રીપોર્ટ તૈયાર કર્યો છે તેની પુનઃ તટસ્થ તપાસ કરવા માગણી છે. ખર્ચમાં આ રકમ જઇ શકે તેમ છે. તેવા આધાર અને પુરાવા ઉપલબ્ધ છે.

આ ફરીયાદ આપ્યા બાદ ચૂંટણી નિરીક્ષકે તટસ્થ તપાસ કરવા તથા સ્થાનીક અધિકારીઓ ગેરમાર્ગે દોરતા હશે તો તાત્કાલીક પગલા લેવા ખાતરી આપી હતી.

(11:44 am IST)