Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

જયાં સુધી મુળીયામાં સુધારો ના થાય ત્યાં સુધી ભવિષ્યમાં ઈચ્છિત જ્ઞાતિ પ્રતિભા બની શકે નહિં

મને સમજાતું નથી કે અવાર નવાર લોહાણા જ્ઞાતિ ના કોઈ રાજકીય આગેવાન નથી, લોહાણા જ્ઞાતિને અન્ય કોઈ મજબૂત સુવિખ્યાત આગેવાન મળી શકે તો તેને જ્ઞાતિમાંથી ટેકો મળી શકતો નથી, માટે ગામે ગામ એકતા વધારો, સંપ વધારોના મેસેજો વાયરલ કરનાર જ્ઞાતિ માટે પોતે ખૂબ ચિતા કરે છે અને લાગણી ધરાવે છે એવું દર્શાવે છે. ઘણી સારી વાત છે, પરંતુ જયાં સુધી મૂળિયાંમાં સુધારો ના થાય ત્યાં સુધી ભવિષ્યમાં આપણી ઈચ્છિત જ્ઞાતિ પ્રતિભા બની શકે નહિ, તે કોઈ સમજવા તૈયાર નથી. અંદરો-અંદર ચર્ચા, ભાષણો, લેખો, આર્ટી કલો, મેસેજો મૂકી પોતાની ફરજ બજાવ્યા નો સંતોષ મેળવી લેવાથી કસી પરિણામ કદી મળવાનું નથી. આવા વિચારો, ચિંતા, ટીકા વર્ષોથી થતી આવી છે અને થતી આવશે તે ચોક્કસ માનજો. જો તમારે ખરેખર લોહાણા જ્ઞાતિને ખૂબ ઊંચી લઈ જવી હોય, તો તેના માટે મહેનત કરવી પડે, પ્રોગ્રામ દ્વારા જ્ઞાતિના બાળકો, કિશોરો, યુવાનો અને વયસ્ક લોકોનું વૈજ્ઞાનિક રીતે ઘડતર કરવું પડે જેમાં સમય, પૈસા અને આવડતની જરૂરત હોય છે. મારો અતિ કડવો અનુભવ છે જે આવા બાષ્પીભવન થઈ જતાં વિચારો, મંતવ્ય કરનારા કદી આવા સત્કાર્યો માટે બીજા તરફ આંગળી ચીંધી સંતોષ માને છે. રઘુવીર સેનાએ આ પ્રકારે સમાજનું ઘડતર કરવા છેલ્લા ૧૦ વર્ષોથી મહેનત કરેલ છે, વેરાવળ, ભાવનગર, પોરબંદર ૩ ગામોમાં દર શની-રવીના જ્ઞાતિના બાળકોને વૈજ્ઞાનિક રીતે બોદ્ઘિક કેળવણી આપવાનું ચાલુ જ છે. શા માટે બીજા ગામો આવા પ્રોગ્રમોની અગત્યતા સમજી જ્ઞાતિનું આગળનું ભવિષ્ય ઉત્ત્।મ બનાવવા આગળ કેમ આવતા નથી ?

બીજું, જ્ઞાતિના વિદ્યાર્થીઓ માત્ર ચિલા ચાલુ કોર્ષો કરી પોતાનું ભવિષ્ય બગાડે છે તે તરફ જેમ કોઈ જોતું નથી ? અન્ય જ્ઞાતિના બાળકો જે કોર્ષોનું ભવિષ્ય ઉજળું હોય, મોટા પગાર હોય તે તરફ જાય છે, આપણા બાળકો માટે બી.એ., બીકોમ, બી એસ.સી, મિકેનિકલ એન્જિનિયરિંગ થી આગળ વધતા નથી. માટે મેસેજો મૂકવાને બદલે સ્થાનિક રીતે જો કાંઈ કરી શકવાની ભાવના, ધગશ, સમય હોય તો રઘુવીર સેનાંનો ધૂમ પ્રસાર કરવો. (પદુભાઈ રાયચુરા - પોરબંદર)

શ્રી પદુભાઈ રાયચુરા

(મો. ૯૮૨૫૨ ૩૦૪૮૩)

(સૌજન્ય : શ્રી જીતુભાઈ ચતવાણી)

(11:43 am IST)