Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ગીર સોમનાથ જયભીમ-જન્મોત્સવ સમિતિ દ્વારા ૧૪મીએ રેલીનું ભવ્ય આયોજન

વેરાવળના ભાલપરા ગામે રાત્રે ભીમ ભજનોનો કાર્યક્રમ

પ્રભાસપાટણ તા.૧૧: ગીરસોમનાથ જિલ્લા જય ભીમ જન્મોત્સવ સમિતિ વેરાવળ આયોજીત તેમજ સમસ્ત દલિત સમાજ ગીરસોમનાથ દ્વારા ૧૪ એપ્રિલનાં રોજ સિમ્બોલ ઓફ નોલેજ ડો.બી. આર. આંબેડકર સાહેબની ૧૨૮મી જન્મ જયંતિની બિન રાજકીય રીતે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવશે.

આ મહારેલીમાં પ્રભાસપાટણ તાબાના ગ્રામ્ય વિસ્તારના લોકો નવા પ્લોટ ભાલપરા એકઠા થશે તેમજ વેરાવળ તાબાના ગ્રામ્ય વિસ્તારના ભાઇઓ-બહેનો સંજયનગર રંગરોડ સુચિત આંબેડકર કોમ્યુનિટી હોલ ખાતે એકઠા થશે. બાદ બંને જગ્યાએથી વાજતે -ગાજતે ઢોલ શરણાય અને ડી.જે.ના તાલે મહા ઉત્સવ સાથે સવારના ૧૦ કલાકેથી શરૂ થશે અને બપોરના ૧૨ કલાકે ટાવર ચોક ખાતે મહામાનવ વિશ્વ વિભૂતિ બાળા સાહેબનાં સ્ટેચ્યુ-વેરાવળ ખાતે પહોંચહે જયા રેલીમાં જોડાયેલા દલિત સમાજના આગેવાનો સાથે તમામ ભીમ સૈનિકો બાળા સાહેબની પ્રતિમાને ફુલહાર કરશે અને ઉત્સવ સાથે મળી મનાવશે.

આ મહારેલીમાં જોડાવા જય ભીમ જન્મોત્સવ સમિતિ વેરાવળ તેમજ સમસ્ત દલિત સમાજ ગીર સોમનાથ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.  રાત્રીનાં વેરાવળ તાલુકાના ભાલપરા ગામે ૧૪ એપ્રિલનાં રોજ રાત્રે ૧૦ કલાકે ભીમ ભજન નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં દિનેશભાઇ વાણવી (ભીમ ભજનીક), ગોવિંદભાઇ ધાંધલ (દલિત સાહિત્યકાર) હશે.

(11:41 am IST)