Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ગારીયાધારઃ ૪૦ લાખનો વેપારીને ચુનો ચોપડનારો આરોપી ઝડપાયો

ભુજ એલસીબી દ્વારા આરોપી ઝડપાયા બાદ ગારીયાધાર પોલીસને સોંપાયો

ગારીયાધાર તા.૧૧: ગારીયાધાર વેપારી જગતમાં નવ માસ પહેલાં ફર્નિચરના વેપારીને ૪૦ લાખનો ચુનો ચોપડીને એક મહિલા સહિત પાંચ સામે ગુન્હો નોંધાયો હતો. જે ગુન્હાના આરોપીઓમાં એક આરોપીને ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપીને ગારીયાધાર પોલીસને સોપવામાં આવ્યો છે.

ગારીયાધાર શહેરમાં ફર્નિચરની દુકાન ધરાવતા દેવેન્દ્ર વાડીલાલ શાહ દ્વારા ગત તા. ૩-૭-૧૮ના રોજ આઇપીસી કલમ ૪૨૦, ૪૦૬,૧૨૦ (બી), ૧૧૪ મુજબ નાની ચલણી નોટો ૧૦,૨૦,૫૦ અને ૧૦૦ દરની મેળવી ૪૦ લાખની જંગલ રકમની ૨૦૦૦ અને ૫૦૦ની ચલણી નોટો આપવાની બાબતે લાલચ આપવામાં આવી હતી. ૫૦ લાખનો રોકડીયા વેપારી લાલચમાં આવીને મહિલા આરોપી ધર્મિષ્ઠા અને પાંચ અજાણ્યા શખ્સો દ્વારા ૪૦ લાખનો થેલો છીનવી પલાયન થઇ ગયા હતા.

જે ગુન્હાનો અજાણ્યા પાંચ આરોપી પેૈકીનો એક આરોપી ઓસ્માન ઉર્ફે ઓસલો સિદિક નોડે (ઉ.વ.૩૩), રહે. અસીસા પાર્ક, ભૂજ વાળાને ભુજ એલસીબીએ ઝડપીને ગારીયાધાર પોલીસને સોપાયો હતો જે આરોપીને ગઇકાલે મોડીરાત્રીનાં લાવી આજરોજ ગારીયાધાર કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જયાં આગળ પોલીસની  માંગણીના પગલે આરોપી ઓસલાના બે દિવસનારિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ મેળવી બીજા આરોપીઓ અને ધર્મિષ્ઠાને ઝડપવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(11:40 am IST)