Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

સોમનાથમાં શનીવારથી બે દિવસીય સૌરાષ્ટ્ર- કચ્છ બ્રહ્મસમાજનું ૨૫મું અધિવેશન

જામજોધપુર-ધુનડાના પૂ. જેન્તીરામબાપા લંડનમાં: જૂનાગઢઃ લંડનના ત્રિમંદિર અડાલજ ખાતે દાદા ભગવાન અંતેવાસી સાથે ધુનડા સતપુરણધામ આશ્રમના શ્રી જેન્તીરામ બાપાએ મુલાકાત લઈને સત્સંગ કર્યો હતો. (તસ્વીર-અહેવાલઃ વિનુ જોષી-જૂનાગઢ)(૨-૫)

વેરાવળ-પ્રભાસપાટણ, તા.૧૧: સોમનાથી મહાદેવનાં સાનિધ્યમાં ૧૩,૧૪ એપ્રિલનાં રોજ સૌરાષ્ટ્ર કચ્છ મહાઅધિવેશનનાં અનુસંધાને તા.૧૦/૪/૧૯નાં રોજ બ્રહ્મસમાજ અગ્રણીઓની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સ યોજાયેલ.

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજની સ્થાપનાં ૧૯૮૩માં થયેલ ( અનુસંધાને દર-બે વર્ષે સૌરાષ્ટ્ર કચ્છનાં અલગ-અલગ જીલ્લાઓમાં અધિવેશન થતા હોય છે તેના અનુસંધાને તા.૧૩,૧૪ એપ્રિલનાં રોજ સૌરાષ્ટ્ર કચ્છનું રપમું અધિવેશન સોમનાથ મહાદેવનાં સાનિધ્યમાં શારદામઠ મુકામે થઇ રહેલ છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છનાં ૧૨ જીલ્લા તેમજ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભૂદેવભાઇ-બહેનો ઉપસ્થિત રહેવાનાં છે. આ મહાઅધિવેશનના ઉદઘાટક અખિલ ભારતીય સાધુ સમાજનાં પ્રમુખ ક્રાંતીકારી સંત મુકતાનંદ બાપુ, મહાઅધિવેશનનાં પ્રમુખ ડો.અનિલભાઇ મહેતા (સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનાં પ્રમુખ), આ અધિવેશનમાં પ્રોજેકટ દ્વારા આર્શિવચન જગદગુરૂ શંકરાચાર્યજીનાં શીષ્ય દંડી સ્વામી સહજાનંદ સરસ્વતીજી મહારાજ, પૂ.ભાઇ શ્રી રમેશભાઇ ઓઝા દ્વારા કરવામાં આવશે તેમજ આ સમારોહનાં શુભચિંતકો સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઇ પટેલ, ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરી રહેશે.

સમારોહમાં ભૂદેવ કલાકારો મુંબઇ સહિત અન્ય કલાકારો હાજર આપશે અને લોકસંગીત પીરશસે તેમજ રામજીમંદિર, પરશુરામ ભગવાન અને સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં અનુસંધાને યુવાનો દ્વારા વેરાવળ બિલેશ્વર મંદિરની શારદા પીઠ સુધીની બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ સમારોહનો મુખ્ય હેતુ રાજકીય રીતે થતી અવગણનાં સમાજને સંગઠીત કરી એક તાંતણે બાંધવો. શિક્ષણનો સીર ઊંચો લાવવો અને અન્ય મુદાઓ ઉપર સમાજને સંગઠીત કરવો તેવો હેતુ આ અધિવેશનનો છે.

સોમનાથમાં ૬ અધિવેશન બ્રહ્મ સમાજનું મળેલ હતું ત્યારબાદ ૨૦ વર્ષ પછી રપમું મહાઅધિવેશન મળી રહેલ હોવાથી ગીર-સોમનાથ જીલ્લા અને પ્રભાસપાટણ બ્રહ્મ સમાજમાં એક અનેરો ઉત્સાહ જોવા મળે છે અને તડામાર તૈયારીઓ થઇ રહેલ છે. આ અધિવેશનમાં સૌરાષ્ટ્ર કચ્છમાંથી પ હજારથી વધુ ભૂદેવો પધારવાનાં છે. જેથી હોટલો, ગેસ્ટ હાઉસો બુકીંગ કરવામાં આવેલ છે.

આ તકે ગીર-સોમનાથી બ્રહ્મ સમાજનાં પ્રમુખ છેલભાઇ જોષી, સોમનાથી કેટરીંગ એસોસીએશનનાં પ્રમુખ મીલનભાઇ જોષી, દેવેનભાઇ ઓઝા, વેરાવળ શહેર બ્રહ્મ સમાજનાં પ્રમુખ કૌશિક જોષી, મનસુખભાઇ જોષી, શારદા મઢનાં વ્યવસ્થાપક અવધેશ મહારાજ સહિત વેરાવળ ( બ્રહ્મ સમાજની  ૮૪ પેટા જ્ઞાતિઓમાંથી ૨૧ પેટાજ્ઞાતિના પ્રમુખો આગેવાનોએ હાજરી આપેલ હતી. આભાર વિધિ બ્રહ્મસમાજનાં યુવા અગ્રણી હેમલભાઇ ભટ્ટ દ્વારા કરવામાં આવેલ.(તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ. પ્રભાસપાટણ)

(11:39 am IST)