Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

અમેરિકામાં યોજાનાર બે ફિલ્મ મહોત્સવમાં કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસરે ગાંધીજી ઉપર બનાવેલી શોર્ટ પસંદગી

ભુજ, તા.૧૧: થોડાં કેટલાક વર્ષોથી કચ્છમાં સિનેમા પ્રવાસનનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે કચ્છમાંજ ધરબાયેલું કૌશલ્ય પણ પૂરબહારમાં ખીલી રહ્યું છે. કચ્છ યુનિવર્સિટીનાં ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટનાં પ્રોફેસર ડો. કનિષ્ક શાહ અને તેમની ટીમ દ્વારા તૈયાર થયેલી શોર્ટ ફિલ્મ 'રિબૂટીંગ મહાત્મા' એ 'મહાત્માનાં આદર્શો પરની શોર્ટ ફિલ્મ' કેટેગરીમાં પસંદ થઈ છે. ઓગસ્ટ ૨૦૧૮માં ૪૫૦૦+ એટેન્ડિ સાથે ન્યૂ જર્સીમાં પ્રથમ આવૃત્ત્િ।ની એક મોટી સફળતા પછી, કેલિફોર્નિયાના લોસ એંજલસમાં બીજું વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાત ફિલ્મ ફેસ્ટિવલ (આઇજીએફએફ) યોજાશે જેમાં 'રિબૂટીંગ મહાત્મા' શોર્ટ ફિલ્મને લોસ એંજલસ અને ન્યૂ જર્સીમાં અનુક્રમે ૭,૮,૯ જૂન અને ૧૫, ૧૬ જૂનનાં યોજાઈ રહેલા વાડીલાલ આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવશે! ફેસ્ટિવલ ડાયરેકટર ઉમેશ શુકલાના અધ્યક્ષપદે યોજાનારા ફિલ્મ ફેસ્ટિવલમાં જય વસાવડા, ગોપી દેસાઈ અને સૌમ્ય જોશી જયુરી તરીકે સેવા આપશેમ

ડો. કનિષ્ક શાહે 'રિબૂટીંગ મહાત્મા'નું લેખન, દિગ્દર્શન અને સંવાદનું કામ સંભાળ્યું છે. આ શોર્ટ ફિલ્મમાં અભિનય ડો. કનિષ્ક શાહ અને રિષિ જોષી (પીએચ.ડી. રિસર્ચ સ્કોલર, અંગ્રેજી વિભાગ, કચ્છ યુનિવર્સિટી) દ્વારા, મ્યુઝિક સાહિલ ઉમરાણીયા દ્વારા, ગ્રાફિકસ રાજ (આરકે મીડિયાવર્કસ) દ્વારા આપવામાં આવેલું છે. હાર્દિક સોલંકી (નેપથ્ય- ધ બેકસ્ટેજ)નાં સહયોગથી આ શોર્ટ ફિલ્મને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવામાં એમબીએ (કચ્છ યુનિ.)નાં વિદ્યાર્થીઓ એલેકઝાન્ડર અફગાન, અક્ષય ઠાકોર,સદામ મોરૈયા, રોહિત બારૂપર, જય ખિસતરીયા, જગદીશ સોલંકીનું મહત્વનું યોગદાન રહ્યું છે. સમગ્ર કચ્છ અને ગુજરાતને ગૌરવ અપાવતી શોર્ટ ફિલ્મ- 'રિબૂટીંગ મહાત્મા' વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં મોકલવામાં આવશે ત્યારબાદ ટૂંક સમયમાં દર્શકો ડિજિટલ પ્લેટફોર્મ પર પણ માણી શકશે!

(11:35 am IST)