Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ફિલ્મફેર એવોર્ડ વિજેતા પ્રોડયુસર રાજકુમાર સંતોષી ચેક રીટર્ન કેસમાં જામનગર કોર્ટમાં હાજર

પૈસાની લેતી-દેતી માટે જામનગરના ઉદ્યોગપતિ અશોકલાલને અપાયેલ ૯ ચેક રીટર્ન થતા ફરીયાદ થઇ'તી

તસ્વીરમાં રાજકુમાર સંતોષી જામનગર કોર્ટમાં હાજર થયા તે નજરેપડે છે.(તસ્વીરઃકિંજલ કારસરીયા-જામનગર)

જામનગર, તા., ૧૦: હિન્દી ફિલ્મના ફિલ્મફેર એવોર્ડ વિજેતા પ્રોડયુસર રાજકુમાર સંતોષી ચેક રીટર્ન કેસમાં  જામનગર કોર્ટમાં હાજર થયા હતા.

પ્રાપ્ત માહીતી મુજબ પૈસાની લેતી-દેતીમાં જામનગરના શીપીંગ ક્ષેત્રે સંકળાયેલ ઉદ્યોગપતિ અશોક લાલનેે ફિલ્મફેર એવોર્ડ વિજેતા પ્રોડયુસર રાજકુમાર સંતોષીએ ૧૦ લાખના ૯ ચેક આપ્યા હતા. જે ચેક પરત ફરતા ઉદ્યોગપતિએ જામનગર કોર્ટમાં ફરીયાદ કરી હતી. આ ફરીયાદઅન્વયે જામનગર કોર્ટે ફિલ્મફેર એવોર્ડ વિજેતા પ્રોડયુસર રાજકુમાર સંતોષી સામે સમન્સ ઇસ્યુ કર્યુ હતું અને આજે આ ચેક રીટર્ન કેસમાં તેઓ હાજર થયા હતા.

આ કેસમાં તારીખ ર૩ મેની મુદત પડી છે.

(3:49 pm IST)