Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ભુજમાં સસ્તા ભાવમાં સોનુ આપવાની લાલચ આપી લાખોની છેતરપિંડી કરનાર મુખ્ય સૂત્રધાર અબ્દુલ બજાણીયા ઝડપાયો

 

ભુજમાં સસ્તા ભાવમાં સોનુ આપવાની લાલચ આપી લાખો રૂપીયાની ઠગાઇ કરનારો કૌભાંડનો મુખ્ય સુત્રધાર પોલીસે ઝડપી પાડ્યો. રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ પોલીસે સમગ્ર ઓપરેશન હાથ ધરીને કુખ્યાત આરોપીને પાસા તળે સુરત જેલમાં ધકેલી દીધો છે. ઘણા લાંબા સમયથી પશ્ચિમ કચ્છ જીલ્લામાં તથા ગુજરાત રાજય તથા અને રાજય બહારના ભલા-ભોળા વ્યકિતઓને સસ્તા ભાવમાં સોનુ આપવાની લાલચ આપી લાખો રૂપીયાની ઠગાઇ કરતા ઇસમોની આવી ગેરકાયદેસર પ્રવૃતિ પર રોક લાગે તે માટે કચ્છ બોર્ડર રેન્જ આઈજી ડી.બી.વાધેલા તથા પોલીસ વડા સેોરભ તોલંબીયાના માર્ગદર્શન હેઠળ ચીંટીગના ગુનાઓમાં કુખ્યાત અબ્દુલ કાસમ બજાણીયાની એલસીબી પોલીસે ધરપકડ કરી છે.

કુખ્યાત આરોપી સામે જિલ્લામાં અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ચીંટીગના ગુનાઓ દાખલ થયા છે.આરોપી વિરૂધ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરીને તેને પાસા હેઠળ સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવાયો છે.

કચ્છ બોર્ડર રેન્જ ના આઈજી ડી.બી.વાઘેલાએ જણાવ્યું કે , કચ્છ જિલ્લામાં આવી રીતે ઠગાઈ કરી ભોળા માણસોના રૂપિયા પચાવી પાડતા શખ્સો સામે હજી સખ્ત કાર્યવાહી કરવામાં આવશે તેઓને કોઈ પણ ભોગે બક્ષવામાં નહિ આવે અને કડક કાર્યવાહી કરાશે.

(8:54 am IST)