Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ઉપલેટામાં અડધો ઇંચ વરસાદઃ ભુજ, અંજાર અને ગાંધીધામમાં કરા પડયાઃ રાજકોટ ,જુનાગઢ, જેતપુરમાં હળવા ભારે ઝાપટા

રાજકોટ, તા., ૧૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણમાં વારંવાર પલ્ટો આવી રહયો છે ત્યારે આજે પણ રાજકોટ, ઉપલેટા, જેતપુર, જુનાગઢ, કચ્છના ભુજ, અંજાર, ગાંધીધામ, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ સહિતના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં હળવો ભારે વરસાદ વરસતા વાતાવરણમાં ટાઢોડુ છવાઇ ગયું હતું. ભુજ, અંજાર, ગાંધીધામ સહીતના વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો.

રાજકોટમાં પણ આજે બપોરના ૪ વાગ્યા આસપાસ વરસાદ શરૃ થયો હતો અને મોટા છાંટા રૃપે અનેક વિસ્તારોમાં ઝાપટા વરસ્યા હતા.

ઉપલેટામાં અહીયા ચૈત્ર માસ અને ઉનાળાની અસહય ગરમી અને સવારના ઝાકળભર્યો વાતાવરણ વચ્ચે મીશ્ર હવામાન જોવા મળતું હતું. ત્યારે આજે બપોરના ૪ વાગ્યા આસપાસ અચાનક હવામાનમાં પલ્ટો આવ્યા બાદ પ્રથમ ભારે ગાજવીજ સાથે હળવા ઝાપટા શરૃ થયા હતા. બાદમાં એકાએક જોરદાર વરસાદ શરૃ થતા લગભગ અડધો કલાકમાં અડધો ઇંચ વરસાદ વરસી જતા સમગ્ર જનજીવન હતપ્રભ થઇ અસહય ગરમી વચ્ચે આહલાદક ઠંડીનો અહેસાસ માણવા માટે ઘરની બહાર નિકળી ગયા હતા. તો બીજી તરફ જ ગતનો તાત ગણાતા ખેડુતોએ પોતાના ઘઉં, જીરૃ જેવા પાકો સુધી ખેતરમાં પડેલ હોવાથી તેઓને વ્યાપકપણે નુકશાન થયાનું જાણવા મળી રહયું છે. અન્ય તાલુકાના ઇસરા ગામ નજીક પણ અડધો ઇંચ વરસાદ પડતાની સાથે રોડ પર પાણી ફરી વળ્યાના સમાચાર મળી રહયા છે.

(6:07 pm IST)