Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ભાવનગરના ધારડી ગામમાં ૨ મહિનાના બાળકને એક સાથે ૪ રસી અપાતા મોત, પરિવારમાં રોષ

ભાવનગર તા. ૧૧ : તળાજાના ધારડી ગામમાં એક ૨ મહિનાના બાળકને એક સાથે ૪ રસી અપાતા તેનું મોત થયું છે. જેને લઈને પરિવારમાં રોષનો માહોલ છવાય ગયો છે.

પરિવારના જણાવ્યા અનુસાર મંગળવારે આંગણવાડી માંથી આવેલા એક મહિલા કર્મચારીએ રસી આપી હતી. આ મહિલા કર્મચારીએ એક સાથે નાના બાળકને ૪ રસીના ડોઝ આપી દીધા હતા. બાળકને BCG, પોલિયો, પેન્ટાવેલન્ટ-૧ અને FIPV-1 એમ ચાર પ્રકારનીઙ્ગ રસી આપવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનાને લઈને રોષે ભરાયેલા પરિવારજનોએ ફરિયાદ નોંધાવી હતી. હાલ તો આ બાળકને પીએમ અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. જો કે સમગ્ર ઘટના ગઈકાલે બની હતી. આ રશી મંગળવારે બપોરે આપવામાં આવી હતી. જે બાદ બાળકની માતા તેને આ બાળકને કોઈ ખોરાક આપ્યો ન હતો. માત્ર બ્રેસ્ટ ફિડીંગ આપ્યા બાદ બાળક સુઈ ગયુ હતું અને સવારે મૃત હાલતમાં જોવા મળ્યું હતું. જેને લઈને બાળકના પરિવારજનોએ આંગણવાડીની મહિલા પર આક્ષેપ કર્યો છે.(૨૧.૩૨)

(4:32 pm IST)