Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

નિવૃત આર.એફ.ઓ.નો પુત્ર ગિરનાર જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન કરાવતો પકડાયો

વન વિભાગે બે દિવસનાં રીમાન્ડ મેળવ્યા

જૂનાગઢ તા. ૧૧: નિવૃત આર.એફ.ઓ.ના પુત્રને વન વિભાગે ગિરનાર જંગલમાં ગેરકાયદે સિંહ દર્શન કરાવતો પકડી પાડી તેનાં બે દિવસનાં રીમાન્ડ મેળવેલ છે.ગિરનાર જંગલમાં ગેરકાયદે સિંહ દર્શનની વિડીયો વિઝન વાયરલ થઇ હતી જેમાં પશુ લાવી સિંહો પાસે મારણ કરાવી તેનું સિંહ દર્શન કરવામાં આવતું જણાયું હતું.

આ કિલપનાં આધારે વન વિભાગે તપાસ કરતાં નિવૃત આર.એફ.ઓ.નો પુત્ર સોહેલ બશીર ગરાળાની જંગલમાં પશુ લાવી અને તેનું સિંહો પાસે મારણ કરાવી સિંહ દર્શન કરાવવા સબબ ધરપકડ કરી હતી.આ શખ્સનાં મોબાઇલમાંથી સિંહને લગતાં કિલપો પણ વન વિભાગને મળી આવી હતી.વન વિભાગે સોહેલ ગલરાળાને બે દિવસનાં રીમાન્ડ પર મેળવી વધુ તપાસ પુછપરછ હાથ ધરી છે.

(4:12 pm IST)