Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

વેરાવળમાં ૩ લાખની ચોરી

 વેરાવળ તા.૧૧ : વેરાવળમાં રહેતા દીપકભાઇ બાબુભાઇ પરમારનું ભીડીયા વિસ્તારમાં મકાન આવેલ હોય અને છેલ્લા એક વર્ષથી આ મકાન બંધ હાલતમાં છે જયારે તેમના મોટા બહેન શોભનાબેન એસ. માંડલીયા લંડનમાં રહે છે અને શોભનાબેને ભાગવત સપ્તાહમાં પહેરામણી કરવા માટે દાગીના માલમતાની ખરીદી કરેલી અને આ દાગીના દીપકભાઇને રાખવા માટે આપેલ ાજે ભીડીયા વિસ્તારમાં બંધ મકાનમાં દીપકભાઇએ રાખી દીધા હતા તે દરમિયાન રવિવારના રાત્રીના સમયે તસ્કરો આ બંધ મકાનને નિશાન બનાવ્યુ હતુ અને મકાનનો પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશી બે રૂમમાં દરવાજાની સ્ટોપર તોડી જુનાવણી પેટીનું તાળુ તોડી તેમાં રહેતી સોમનાથ ચાર બંગડી, મંગલ સુત્ર, કાનની બુટી સહિત ૧ર૦ ગ્રામ સોનાની ચોરી કરી ગયા હતા અંદાજે ૩ લાખની કિંમતના સોનાની તસ્કરો ઉઠાંતરી કરી ગયા હતા.  બનાવમાં મકાનની બાજુમાં રહેતા દીપકભાઇને જાણ કરતા વૃધ્ધાએ દોડી ગયા હતા. દીપકભાઇએ પ્રભાસપાટણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. દીપકભાઇએ લંડનમાં રહેતા તેમના બહેનને ફોન જાણ કરી હતી.

(4:11 pm IST)