Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

મોરબી જિલ્લા કલેકટર તરીકે આર.જે. માકડીયા

મોરબી, તા.૧૧ : મોરબી જિલ્લા કલેકટર તરીકે આર.જે. માકડીયાઅ કાર્યભાર સંભાળેલ છે. માકડીયા વર્ષ ૨૦૦૪ની આઇ.એ.એસ. બેંચના અધિકારી છે. તેઓએ કલેકટર તરીકે આ અગાઉ કામગીરી દેવભુમિ દવારકા, જામનગર અને બનાસકાંઠા જિલ્લામાં કરેલી છે. જયારે જિલ્લા વિકાસ અધિકારી તરીકે સરાહનીય કામગીરી જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેરલ છે. શ્રી માકડીયા ૧૯૮૯માં ગુજરાત જાહેર સેવા આયોગ દવારા સીધી ભરતીથી  નાયબ કલેકટર તરીકે  પસંદ થતા ધ્રાંગધ્રા, અમરેલી ખાતે ફરજ બજાવેલ હતી અને સુરત ખાતે નિવાસી નાયબ કલેકટર તરીકે તેમજ જી.એસ.ડી.એમ. તથા નિયામક તરીકે સમાજ કલ્યાણ ખાતામાં ઉત્કૃષ્ટ કામગીરી  બજાવેલ છે.  તેઓએ ટ્રાયબલ ડેવલોપમેન્ટના  કમિશ્નર તરીકે ગાંધીનગરમાં ફરજ બજાવીને જિલ્લા કલેકટર તરીકે મોરબીનો ચાર્જ સંભાળેલ છે.  શ્રી માકડીયા રાજકોટ ઉપલેટા તાલુકાના જામટીંબડી ગામના મુળ વતની છે. (૨૩.૬)

(12:49 pm IST)