Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ઓઝત નદીમાંથી રેતીનું ખનન : ૭ વાહનો ઝડપાયા

જુનાગઢ તા.૧૧ : પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયાની સુચનાથી ના. પો. અધિ. શ્રી એમ.એસ. રાણાના સીધા માર્ગદર્શનથી વિસાવદર પો. ઇન્સ. આર. ડી. વાઢેર તથા ન. પા. અધિ. સ્કોર્ડના પો. હેડ કોન્સ. એન.એમ.ડાંગર, જી.એમ. વ્યાસ, જે.પી. મેતા તથા પો. કોન્સ. પંકજભાઇ સાગઠીયા રાજેન્દ્રસિંહ ચૌહાણ, ભરતભાઇ ખાંભલા, રવિન્દ્રભાઇ વાંક, વિગેરે સ્ટાફના માણસોને મળેલ હકીકતના આધારે ખંભાળીયા ગામની સીમમાં ઓજત નદીના પટમાં વેરીફાઇ કરતા ગેરકાદેસર  રેતી કાઢતા હોય જેથી રેતી કાઢવાના સુપડા વાળા ડોજર-ર તથા રેતી ભરવા આવેલ ટ્રેકટર પ મળી આવતા વાહનોને ખાણ ખનીજને લગતી કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ આરટીઓને લગતી કાર્યવાહી કરવામાં આવેલ છે. ઉપરોકત વાહનોને વિસાવદર પો. સ્ટે. રાખેલ છે અને રેતી ખનન અંગે આગળની કાર્યવાહી માટે ખાણખનીજ અધિકારીશ્રીને જાણ કરવામાં આવેલ છે. (૭.રપ)

(12:47 pm IST)