Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

જુનાગઢની કરોડોની લૂંટનો ભેદ ઉકેલનાર ટીમને બિરદાવતા ભીખાભાઇ જોષી

જુનાગઢ,તા.૧૧: જુનાગઢ સીવીએમ જવેલર્સ કંપની ના રૂ.૫.૭૫ કરોડના સોનાની શનિવારે ડેરવાણ પાસે લુંટથઇ હતી જેમાં કાર ડ્રાઇવર સહિત છ શખ્સોને પોલીસે ગણત્રીના કલાકોમાં દિવસરાત એક કરી પુરપુરો મુદામાલ કબ્જે કરી પ્રશંસનીય કામગીરી બજાવી હતી.

જેમાં એસ.પી.નિલેશજાજડીયા ડી.વાય.એસ.પી. એમ.એસ.રાણા ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચા.પી.આઇ.આર. ક. ગોહિલ રોહિતભાઇ ધાધલ તાલુકા પી.એસ.આઇ. પી.બી. લક્કડ તેમજ ડી.વાય.એસ.પી. સ્કવોડના જે.પી.મેતા સહિત સમગ્ર પોલીસ સ્ટાફને જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ એસપીશ્રીને અભિનંદનપત્ર પાઠવી પોલીસ કામગીરી ની સરાહના કરી હતી.

શ્રી ભીખાભાઇ જોષીએ અભિનંદનપત્રમાં જણાવ્યું હતુ કે જુનાગઢમાં બનેલ આ લુંટની ઘટનામાં એસ.પી.શ્રી નિલેશ જાજડીયાની અનેરી સુઝ અને કાર્યનિષ્ઠાના દર્શન કરાવ્યા છે તેઓના સતત માર્ગદર્શન હેઠળ પોલીસ ની સમગ્રટીમે આ બનાવનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલવા બદલ જુનાગઢની પ્રજાની પ્રજાવતી પ્રજાના પ્રતિનિધી તરીકે અભિનંદન પાઠવી હદયથી રાજીપો વ્યકત કરુ છુ તેમ અંતમાં જણાવ્યું હતું.

(11:41 am IST)