Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

અયોધ્યામાં શ્રીરામ મંદિર ન બને ત્યાં સુધી જામનગરમાં દર શનિવારે રામધુન : હિન્દુ સેનાની જાહેરાતઅયોધ્યામાં શ્રીરામ મંદિર ન બને ત્યાં સુધી જામનગરમાં દર શનિવારે રામધુન : હિન્દુ સેનાની જાહેરાત

જામનગર તા. ૧૧ : અયોધ્યામાં રામ મંદિર તોડી બાબરના વખતમાં બનાવેલ બાબરી મસ્જીદથી દેશમાં હિન્દુ વિરોધી ઝેર ભરવામાં આવ્યુ, અનેક મંદિરો તોડવામાં આવ્યા પરંતુ હિન્દુઓએ મચક ન જ આપી, એક સમય એવો પણ આવ્યો કે જયાં અયોધ્યામાં રામજીનો જન્મ થયો હતો ત્યાં રામજીના મંદિરને તોડી બાબરી મસ્જીદ બનાવી દેવામાં આવી હતી અંતે સાધુ સંતોના આદેશથી વિશ્વ હિન્દુ પરિષદની ધર્મ આંદોલનમાં અનેક સંસ્થાઓ જોડાયા અને એક દિવસમાં બાબરી મસ્જીદની જગ્યા પર ફરી રામમંદિર બનાવવાનો નિર્ણય લેવા માટે ગામે ગામથી શ્રીરામ મંદિર માટે ઇંટો પહોચી - સને ૧૯૯૨ થી ઘણા ભકતોએ પોતાનો ભોગ આપ્યો છતા પણ સરકારી નાટકોને લીધે હજુ પણ રામજન્મ ભૂમી પર શ્રીરામ મંદિરનું નિર્માણ થઇ શકયું નથી.

રામમંદિર જન્મભૂમિ પર શ્રીરામજીનું મંદિર જ નહી ભવ્ય મંદિર બનશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. જરૂર પડયે સંતોના આદેશથી વિશ્વ હિન્દુ પરિષદ અયોધ્યામાં શ્રીરામ મંદિર જન્મભૂમિના ઘેરા પડઘા પડી શકે તેમ છે. અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય મંદિરના નિર્માણ માટે હવે ગુજરાત હિન્દુસેના પણ સંકલ્પ બધ્ધ જઇ છે જેમાં છોટીકાશી કહેવાતા જામનગરમાં કરોડપતી હનુમાનજી એટલે કે, શ્રી રઘુવંશી હનુમાનજી મંદિર ખાતે દર શનિવારે રાત્રે ૯ થી ૧૧ રામધુનનું કરવા સંકલ્પ હિન્દુ સેના દ્વારા કરવામાં આવેલ છે.

જેમા અયોધ્યાના શ્રીરામ જન્મભૂમી પર ભવ્ય મંદિર નિર્માણ નહી થયા ત્યા સુધી હિન્દુ સેના દ્વારા છોટી કાશી કહેવાતા જામનગરમાં શ્રી કરોડપતિ હનુમાનજી એટલે કે, શ્રી રઘુવંશી હનુમાનજી મંદિર ખાતે ૭ એપ્રિલ ૨૦૧૮ થી દર શનિવારે નિયમિત રામધુન ચાલુ થઇ.

જેમા કિશોર ભગતે શ્રી હનુમાનજીની મહાઆરતી કરી બટુક ભોજનનું આયોજન કરેલ. ત્યારબાદ કાશીપુરાથી આવેલા નંદરામ બાપુ અને ભીખુબાપુએ રામધુનની શરૂઆત કરાવી હતી.

શ્રી રામ ભગત મંડળના નટુભાઇ સાવલિયા, ખુમાનસિંહ, ભીખુભાઇ તબલચી, મોહનભાઇ વગેરે સહિતના સભ્યો તથા હિન્દુ સેનાના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટ, જામનગર શહેર ઉપપ્રમુખ રોહિત ઝાલા, સાંસ્કૃતિક વિભાગના પ્રમુખ યોગેશ ગોરી, કુલદીપ ભટ્ટના નેજા હેઠળ, હિન્દુ સેનાના સૈનિકો તથા બહેનો દ્વારા સાધુ સંતોના આદેશ મુજબ જયારે પણ અયોધ્યામાં શ્રીરામ મંદિર બનાવાની આદેશ ન મળે ત્યાં સુધી જામનગરમાં શ્રી કરોડપતિ  હનુમાનજીના મંદિરે દર શનિવારે રામધુન ચાલુ રહેશે અને જરૂર પડયે રકત વહેવાની તૈયારી સાથે સંકલ્પબધ્ધ થયા હતા. આ રામધુનમાં આર.એસ.એસ, વિશ્વ હિન્દુ પરિષદ, શ્રીરામ ભગત મંડળ વગેરે સહિતના હિન્દુ સંગઠનનો અને યુવાનો જોડાયા હતા.

(11:41 am IST)