Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

વડિયામાં પરેશ ધાનાણીના કાર્યલયનો પ્રારંભ

વડિયા : વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી એ પોતાની જન કાર્યાલય નો પ્રારંભ કરેલ આતકે વડિયા તેમજ આજુબાજુના કોંગ્રેસી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડેલ તેમજ સવારે ૧૦ કલાકે પરેશ ધાનાણી હસ્તે વિધિવત કાર્યાલયનું રીબીન કાપી ખુલ્લી મુકવામાં આવેલ જેમાં જિલ્લાપંચાયતના કેહુરભાઈ ભેડા ધર્મેન્દ્ર પાનસૂરિયા કુંકાવાવ તાલુકા પંચાયતના પ્રમુખપતિ તેમજ રવજીભાઈ પાનસૂરિયા રવજીભાઈ પાદ્યડાળ સહિતના મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ અને મતદારો મોટી સંખ્યામાં હાજરી આપી આતકે કાર્યાલય ખાતે ચા નાસ્તાનું આયોજન કરવામાં આવેલ મતદારો અને કાર્યકર્તાઓનું કામકાજ સરળતાથી પતે અને કોઈ પણ સમસ્યા હોય તો કાર્યાલય ખાતે જાણ કરવા રજુઆત કરવા પરેશ ધાનાણી એ જણાવેલ કે પાણી રોડ રસ્તા ની પાયાની પ્રાથમિક સુવિધા માટે મતદારોએ કાર્યાલય ખાતે રજુઆત કરવી જેમાં ઉનાળા નો સમય શરૂ હોવા થી પ્રથમ પાયોરિટી પાણી ની સમસ્યાને આપવામાં આવશે. (તસ્વીર-અહેવાલઃ જીતેશગીરી ગોસાઈ વડિયા)

(11:35 am IST)