Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ઉના પાસે કાર અને છકડો રીક્ષા અથડાતા ૬ મુસાફરો ઘવાયા

ઉના, તા. ૧૧ : દેલવાડા દીવ રોડ ઉપર નગીનાનો ઢોરા પાસે છકડો રીક્ષા ન ઇનોવા મોટર કારે ટક્કર મારતા રીક્ષામાં બેઠેલા ૬ મુસાફરોને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયેલ છે.

દેલવાડાથી દીવ જતા રોડ ઉપર નગીનાનો ઢોરા પાસે રવિન્દ્રભાઇ હરજીવનભાઇ ચૌહાણ પોતે ખારવા રે. નવાબંદર વાળા પોતાની કબ્જાવાળી છકડો રીક્ષા નંબર જીજે-૧૧-ટીટી-રપ૮૬માં મુસાફરો બેસાડીને જતા હતાં.

સામેથી આવતી ઇનોવા મોટરકાર નંબર જીજી૧૮-ર૦૭૦ના ચાલકે પૂરઝડપે બેદકારીથી ચલાવી રીક્ષાની સાથે ભટકાવતા રીક્ષા રોડ ઉપર પલ્ટી મારી જતાં તેમાં બેસેલા પ મુસાફરોને ત્થા ચાલક રવિન્દ્રભાઇને પણ ઇજાઓ પહોંચતા ઉનાની ખાગી દવાખાને સારવાર માટે ખસેડેલ હતા અને પોલીસમાં મોટરકાર ચાલક સામે અકસ્માત કરી ઇજાઓ કર્યાની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસને જોઇને દારૂ મૂકી નાસી ગયો

ઉના તાલુકાના વાંસોજ ગામ પાસે નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના કર્મચારી ગોપાલસિંહ દીપસિંહ મોરીએ એક મોટર સાયકલ નંબર પ્લેટ વગરનું રોકાવા કોશિષ કરતા આરોપી રફીકભાઇ નુરૂભાઇ ગામેતી રે. દેલવાડા વાળો મોટર સાયકલ મૂકી નાસી ગયો હતો.

મોટર સાયકલ ઉપર રાખેલ જેમાં પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-ર૪ રૂ. ૧૦પ૬૦ તથા મોટર સાયકલ કિંમત ૩૦ હજાર મળી ૪૦પ૬૦નો મુદામાલ કબ્જે કરી નાસી ગયેલ આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

(11:24 am IST)