Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

આંબરડી નજીક ટ્રેકટરમાંથી પડી જતા બાળકનું મોત

જસદણ, તા. ૧૧ : જસદણ તાલુકાના આંબરડી-નવાગામ વચ્ચે ગઇકાલે સવારે ટ્રેકટરમાંથી પડી જતા તનવીર સુરેશભાઇ ભોજાણી (ઉ.વ.ર) નું કમકમાટીભર્યું મોત નિપજયું હતું.

મધુબેન ભરતભાઇ ભોજાણી, ઇન્દુબેન ભોજાણી સહિતના નવાગામથી આબરડી ગામે સબંધીના સીમંતમાં જતા હતાં ત્યારે બનાવ બન્યો હતો. વધુ તપાસ જસદણ પોલીસના કોન્સ્ટેબલ હરેશભાઇ ખાચર ચલાવી રહ્યા છે.

(11:22 am IST)