Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

જુનાગઢના ચોરવાડી ગામના રસીક કાળાભાઇ વઘેરાને કોર્ટ સમક્ષ હાજર રહેવા ફરમાન

જૂનાગઢ તા. ૧૧ : જૂનાગઢ જિલ્લાનાં બીજા જયુડીશીયલ મેજીસ્ટ્રેટશ્રી(ફ.ક) સમક્ષ ફરીયાદ કરવામાં આવેલ છે કે રસીક કાળાભાઇ વઘેરા રહે ચોરવાડી વાયા. બીલખા વાળાએ આ.પી.સી. કલમ ૩૬૩,૩૬૬ એ હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો કર્યો છે. (અથવા કર્યો હોવાનો શક છે) અને તે ઉપરથી કાઢેલા ધરપકડ વોરંટ ઉપર એવો શેરો થઇ આવેલ છે કે સદરહુ ઉપર મુજબનાં આરોપી મળી આવતા નથી અને બીજા જયુડીશીયલ મેજીસ્ટ્રેટશ્રી એમ.જે.મિસ્ત્રીને ખાતરી કરાવવામાં આવેલ છે કે સદરહુ રસીક કાળાભાઇ વઘેરા રહે ચોરવાડી વાળા ફરાર થયેલ છે. (અથવા રસીક કાળાભાઇ વઘેરા રહે ચોરવાડી વોરંટ પોતાના ઉપર બજે નહીં એટલા માટે સંતાતા ફરે છે.) આથી જાહેરનામુ કાઢીને ફરમાવવામાં આવે છે કે એ સદરહુ ફરીયાદીનો જવાબ આપવામાં આ જાહેરનામાની દૈનિકોમાં પ્રસિધ્ધીની તારીખથી દિન-૩૦માં મુદત તા. ૨-૦૫-૨૦૧૮ના રોજ રસીક કાળાભાઇ વઘેરા રહે ચોરવાડી વાળાએ બીજા જયુડીશીયલ મેજીસ્ટ્રેટશ્રી એમ. જે. મિસ્ત્રીની કોર્ટમાં હાજર રહેવુ.

(9:54 am IST)