Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

માલણીયાદના તળાવમાંથી પાણી ચોરીનો પર્દાફાશ

હળવદમાં નર્મદા કેનાલ બંધ થતાં ખેડૂતો, પશુપાલકો માટે ઉનાળો પસાર કરવો કપરોઃ પક્ષી, પશુઓને તરસ્યા રાખવાનો પ્રયાસ કરનારા સામે સત્વરે પગલા ભરોઃ માલધારીઓની માંગણી

વઢવાણ તા. ૧૧ : હળવદમાં નર્મદા કેનાલ બંધ થતાં ખેડૂતો અને પશુપાલકો માટે ઉનાળો કપરા ચઢાણ સમાન છે ત્યારે અમુક શખ્સો દ્વારા માલણીયાદ ગામના તળાવમાંથી રાત્રી - દિવસ દરમિયાન ટ્રેકટર અને ડીઝલ એન્જીન વડે પાણી ચોરીનો પર્દાફાશ થતાં જ તરેહ - તરેહની ચર્ચા જાગી છે.

આ અંગે લોકમુખે ચર્ચાતી વિગતોનુસાર સરકાર દ્વારા નર્મદા કેનાલ ૨૦ દિવસ પહેલા બંધ કરી દેવામાં આવી હતી, લગભગ બે મહિના પહેલા નિર્દેશ આપવામાં આવ્યો હતો કે ઉનાળામાં પાણી બંધ કરી દેવામાં આવશે. જેથી કોઇને કોઇ પણ ખેડૂતોએ કેનાલ આધારીત ખેતી કરવી નહીં પણ અમુક કેનાલ આધારે જ ખેતી કરી રહ્યા હોવાથી કેટલાય નિર્દોષ પશુ, પંખીઓનો વિના પાણીએ ભોગ લઇ રહ્યો છે.

દરમિયાન માલણીયાદ ગામના માલધારીઓએ જણાવ્યું હતું કે, કેટલાક શખ્સો દ્વારા તળાવ ખાલી કરીને અબોલ પશુઓ - પક્ષીઓને તરસ્યા મારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો આ બાબતે સંબંધીત તંત્ર દ્વારા સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એ જરૂરી છે. (

 

(9:54 am IST)