Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

વેરાવળ બસ સ્ટેન્ડમાં નિદાન કેમ્પ

વેરાવળ : એન.સી.ડી.સી. એલ દ્વારા બસ સ્ટેન્ડમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં ૨૦૦થી વધારે દર્દીઓની તપાસણી કરાઇ હતી. ડોકટરોએ જણાવેલ કે, વિશ્વ આરોગ્ય દિવસે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે તેમાં બીન ચેપી રોગો ડાયાબીટીસ, બ્લડપ્રેશર, કેન્સર જેવા રોગોની વિનામૂલ્યે સરકાર દ્વારા સારવાર અપાય છે તેની તમામ માહિતી અને દર્દીઓની ચકાસણી કરી તેમને તમામ રોગોનું માર્ગદર્શન આપવામાં આવે છે. આ સિવાય સેલ દ્વારા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેમ્પો કરવામાં આવેલ છે. આજે ૨૦૦થી વધારે દર્દીઓની ચકાસણી કરેલ હતી અને અનેકને માર્ગદર્શન આપેલ હતું. (તસ્વીર - અહેવાલ : દિપક કક્કડ, વેરાવળ)(૨૧.૫)

(9:53 am IST)