Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ઉનામાં ટ્રાવેરામાંથી ૮૦ હજારનો દારૂ અને બીયર ઝડપાયા

ઉના, તા. ૧૧ : પોલીસ અધિક્ષક ગીર સોમનાથની સૂચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષક વેરાવળનાઓના માર્ગદર્શન હેઠળ ઉના પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.સબ ઇન્સ. આર.એન. રાજયગુરૂની રાહબરી નીચે ઉના પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. સી.એન. દવે તથા એ.એસ.આઇ. એ.ડી. ધાધલ તથા પો. હેડ કોન્સ. એચ.આર. ઝાલા તથા જગદીશભાઇ લઘરાભાઇ વિ. પો. સ્ટાફના માણસો પ્રોહી અંગે ઉના ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન પો.સબ ઇન્સ. સી.એન. દવેને બાતમી મળેલ.

જેને આધારે ઉના ભુતડાદાદા મંદિર પાસેથી કાળા કલરની સેવરોલેટ ટ્રવેરા જી.જે.૧પ-બી.બી. ૦૯૩૭ ગાડીમાંથી પરપ્રાંત ઇંગ્લીશ દારૂ જુમટેગો લેમન પંચ ૧૮૦ એમ.એલ.ની કંપની સીલ પેક બોટલો નંગ-૧૩૪૬ કિ.રૂ. ૬૭,૩૦૦/- તથા હેવર્ડ પ૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર પ૦૦ એમ.એલ.ના કંપની શીલ પેક ટીન નંગ-૧૪૩ કિ.રૂ. ૧૪,૩૦૦/- તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ સેવરોલેટ કાળા કલર ટ્રાવેરા જી.જે.૧પ.બી.બી. ૦૯૩૭ની કિ.રૂ. ૪૦૦૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૪,૬૧,૬૦૦/- નો પ્રોહી. મુદામાલ મળી આવતા ઉના પો.સ્ટે. ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. (૮.૩)

(9:53 am IST)