Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ભાણવડ પાલિકાના ભાજપના નગરસેવક ચેતન રાઠોડનું રાજીનામુ;અનેક તર્ક વિતર્ક

ખંભાલીયા: દેવભૂમિ દ્વારકા જીલ્લાની ભાણવડ નગરપાલિકાના નગરસેવક ચેતન રાઠોડે રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. ભાજપની બહુમતી ધરાવતી નગરપાલિકાની નવી બોડી માંડ બે માસ જેવો સમય થયો છે ત્યાં ભાજપાના નગરસેવકના રાજીનામાથી રાજકીય ગરમાવો આવ્યો છે.

 દેવભૂમિ દ્વારકા જીલ્લાની ભાણવડ નગરપાલિકામાં સખળ-ડખલ શરુ થઇ ગયું છે. તાજેતરમાં ભાજપાએ નગરપાલિકા પૂર્ણ બહુમત સાથે કબજે કરી છે, જેમાં વોર્ડમાંથી ૨૪ પૈકી ૧૭ નગર સેવકો ભાજપના ચૂંટાયા છે, પૂર્ણ બહુમતી સાથે સત્તા સાંભળ્યાના ટૂંક સમયમાં નગર સેવક ચેતન રાઠોડે પોતાનું રાજી નામું ધરી દેતા સંપૂર્ણ બહુમત વાળી નગરપાલિકામાં સબ સલામત નથી તેવું સ્પષ્ટ થયું છે. છેલ્લી બે ટર્મથી વોર્ડ નંબર 2 માંથી ચૂંટાઈ આવતા ચેતન રાઠોડ ભાણવડ શહેર ભાજપના સંગઠનમાં યુવા નેતા તરીકેનની છાપ ધરાવે છે અને પાર્ટીના સંગઠનમાં તેઓ શહેર યુવા ભાજપના પ્રમુખ પણ છે. ત્યારે ભલે રાજીનામામાં રાજીખુશીનો ઉલ્લેખ કરાયો હોય પણ સ્થાનિક સત્તમાં કૈક સમું સુતરું નથી તેવું સ્પષ્ટ વર્તાઈ રહ્યું છે. એક જૂથનું માનવામાં આવે તો, ચેતનભાઈએ નગરપાલિકાની બોડીમાં પદભાર માટે કે આગામી ટર્મમાં પદ મળે તે માટે અત્યારથી પાર્ટી પર દબાણ લાવવા રાજીનામું આપ્યું છે. સાચું જે કાઈ હોય, પરંતુ શહેર પ્રમુખના રાજીનામાંને લઈને સ્થાનિક રાજકારમાં ગરમાવો જરૂર આવ્યો છે.

(12:10 am IST)