Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

કલ્પર યોજના માટે છેલ્લા અેક દશકાથી આયોજન ઘડાય છે પરંતુ હજુ કલ્પનાતીત તારીખ પે તારીખમાં અટવાયેલી

ભાવનગર : ખંભાતના અખાતમાં 29 કિલોમીટર લાંબો બંધ બાંધી સમુદ્રમાં વિશ્વનું સૌથી મોટું મીઠા પાણીનું જળાશય ઊભુ કરવું. આ જળાશયમાં 10 હજાર મિલિયન ઘનમીટરથી પણ વધારે ભૂતળ જળરાશિનો સંગ્રહ થશે. જે રાજ્યમાં સરેરાશ વાર્ષિક વરસાદી પાણીની આવકના 25% જથ્થાનો સંગ્રહ થશે. કરોડોનો ખર્ચ છતાં કલ્પસર હજી કલ્પનાતીત તારીખ પે તારીખમાં અટવાયેલી છે. ગુજરાત માટે નર્મદા યોજના બાદ સૌથી મોટી ગણાતી કલ્પસર યોજના માટે છેલ્લા દશકાથી આયોજન ઘડાઇ રહ્યું છે અને શક્યતાદર્શી અહેવાલ તૈયાર થઇ રહ્યાં છે. આજે આ અહેવાલોમાં જ 15 વર્ષ વિતી ગયા છે!! જે અગાઉ વર્ષો સુધી ઘોઘાથી દહેજ સુધીની દર્શાવાઇ હતી, પણ અંતે તેનું ફિંડલું વાળી તેને નવા રંગરૂપ સાથે રજૂ કરવામાં આવી છે. પણ 2004 થી 2019 સુધી હજુ તો આ નવી કલ્પસર યોજનાના શક્યતાદર્શી અહેવાલ જ પૂર્ણ થયા નથી.

ગુજરાત માટે નર્મદા યોજના બાદ સૌથી મોટી ગણાતી કલ્પસર યોજના માટે છેલ્લા દશકાથી આયોજન ઘડાઇ રહ્યું છે અને શક્યતાદર્શી અહેવાલ તૈયાર થઇ રહ્યાં છે. ખાસ તો ખંભાતના અખાતમાં આ બંધ બનાવવાનો હોઈ સમુદ્રશાસ્ત્ર અને પર્યાવરણીય અભ્યાસો ઉપરાંત બંધના સંલગ્ન પાસાઓ અને તેનાથી થનારી અસરો સહિતના અભ્યાસો થઇ રહ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 24 અભ્યાસ પૂર્ણ થયા છે અને હજી 9 અભ્યાસ પ્રોસેસમાં છે તેવો જવાબ ગુજરાત વિધાનસભામાં પેટલાદનાં ધારાસભ્ય નિરંજન પટેલે પૂછેલા પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતુ. ત્યારે 15 વર્ષ થયા છે અને કલ્પસર પ્રોજેક્ટ જાણે હવે કલ્પનાતીત થતો જાય છે તેવું સ્પષ્ટ દેખાય રહ્યું છે. ગુજરાત વિધાસનભામાં જણાવ્યા મુજબ કલ્પસર યોજના માટે 31 ડિસેમ્બર, 2018 સુધીમાં કુલ મળી 161 કરોડ જેટલો ખર્ચ કરાયો હોવા છતાં આ પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થઇ તે સરકાર રહી શકી નથી. નિર્માણ કાર્ય બને એટલું વહેલું પૂર્ણ થશે તેમ વિધાનસભામાં જણાવાયું હતુ.

ત્યારે ડો.અનિલ કાણે, જેઓ કલ્પસર પ્રોજેક્ટનાં એક્સપર્ટ છે તેમણે આ વિશે જણાવ્યું કે, હું માત્ર ભાવનગર જ નહિ પણ સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારને નર્મદા યોજનાથી બહુ બહુ તો પીવાનું પાણી મળી શકશે. બાકી જો કૃષિ માટે સિંચાઇનું પાણી જોઈતું હોય તો કલ્પસર પ્રોજેક્ટ જ તારણહાર બની શકે તેમ છે. વળી આ યોજનામાં કોઇની વ્યક્તિગત જમીન સંપાદન કે કોઇને સ્થળાંતર કરવું પડે તેમ નથી. પણ આ તો ખોટા માણસો જેને આપણે ફાઇલ પુશર કહી શકાય તેવા લોકો આવી જતા આ પ્રોજેક્ટ આગળ વધ્યો નથી. બાકી આ પ્રોજેક્ટથી કોઇને નુકશાન નથી. બાકી હું સરકાર પાસેથી એક પણ રૂપિયો લીધા વગર પ્રોજેક્ટ પૂર્ણ કરવા તૈયાર છું. અહેવાલોમાં જ 15 વર્ષ વિતી ગયા!! 2004માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કારણે કલ્પસર પ્રોજેક્ટ માટે સક્રિય થયા બાદ કલ્પસર યોજના પરત સમાચારમાં આવી અને બાદમાં ભાલથી ખંભાત સુધીની કરવામાં આવી હતી. જે અગાઉ વર્ષો સુધી ઘોઘાથી દહેજ સુધીની દર્શાવાઇ હતી. પણ અંતે તેનું

ફિંડલું વાળી તેને નવા રંગરૂપ સાથે રજૂ કરવામાં આવી છે. પરંતુ 2004થી 2019 સુધી હજુ તો આ નવી કલ્પસર યોજનાના શક્યતાદર્શી અહેવાલ જ પૂર્ણ થયા નથી.

આ યોજનાથી થતા મોટા ફાયદા...

- સમુદ્રમાં મીઠા પાણીનું સમગ્ર વિશ્વમાં એકમાત્ર સરોવર

- નર્મદા યોજના કરતાં બમણો 1૦૦૦ મિલિયન ઘનમીટર જળસંગ્રહ

- 6 જિલ્લાની 10.54 હેક્ટર જમીનને સિંચાઇ

- 60થી વધુ જળાશયોને કાયમી પાણીનો વિકલ્પ

- પવન અને સૂર્ય ઊર્જા‍નું ઉત્પાદન

- ભાવનગરથી સુરત-મુંબઇના અંતરમાં 2૦૦ કિ.મી. ઘટાડો

- જળાશયની ફરતે 2 લાખ હેક્ટર જમીન વિકાસ માટે ખુલ્લી

- સૌરાષ્ટ્ર-ભાવનગરને દહેજ અને ધોલેરાનો લાભ

(5:02 pm IST)