Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

પોરબંદર-રાજકોટ અને જુનાગઢની ર૩ ઘરફોડીનો ભેદ ઉકેલાયોઃ ૩ ઝડપાયા

પોરબંદરમાં ચોરાઉ હોન્ડા સાથે ર રાજકોટના અને એક ભરૂચનો શખ્સ પકડાયાઃ ત્રણેય દ્વારા ચોરી કર્યાની કબુલાતઃ બંધ મકાન અને દુકાનને નિશાન બનાવતા હતાં

પોરબંદર તા. ૧૧: ચોરાઉ વાહન સાથે ઝડપાયેલા ર રાજકોટના તથા એક ભરૂચના શખ્સોએ છેલ્લા દોઢથી અઢી વર્ષમાં પોરબંદર રાજકોટ અને જુનાગઢમાં અલગ અલગ સ્થળે કુલ ર૩ ચોરી કર્યાની કબુલાત આપી હતી.

પોરબંદરમાં એલસીબીના પી.એસ.આઇ. આર. પી. જોષી કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ તથા સ્ટાફે ચોરાઉ હોન્ડા સાથે રાજકોટ વેલનાથપરામાં રહેતા અર્જુન જયંતી વાઘેલા, હિતેશ ઉર્ફે લાલો પ્રવીણભાઇ રે. મુળ બોખીરા અને હાલ રાજકોટ ભગવતીપરા તથા ત્રીજો પોરબંદરના કૌશીક વલ્લભભાઇ અમલાણીને પકડીને આકરી પુછપરછ કરતા ચોરીની કબુલાત આપી હતી.

પાંચ વર્ષ પહેલા  પોરબંદરમાં નાંદોલા પ્લાસ્ટિની દુકાનમાં રૂ.૧પ હજારની ચોરી આ ચોરીમાં અર્જુન જયંતી તથા મગન ભીખા સામેલ હતા. લાતીપ્લોટ શાકમાર્કેટ બંધ દુકાનના તાળા તોડી  ચોરી સાથે અર્જુન તથા મગન તથા હિરા જોરૂ સાથે હતા અઢી માસ પહેલા છાંયા બંધ મકાનના તાળા તોડી રોકડ ૯ હજારની ચોરી કરેલ એક માસ પહેલા પોરબંદર એરપોર્ટ પાસે ગજભવન સોસાયટીમાં મકાનમાં તાળા તોડી રોકડ ૬ હજાર તથા ઘડીડાયની ચોરી, એક માસ પહેલા એરપોર્ટ સામે વ્રજભવન સોસાયટના બંધ મકાનના તાળા તોડયા પરંતુ ચીજવસ્તુ મળેલ હતી.

૬ માસ પહેલા એરપોર્ટ પાસે વ્રજભવજ સોસાયટીમાં બીજા મકાનના તાળા તોડયા અને વસ્તુ મળેલ નહી પાંચ વર્ષ પહેલા પોરબંદર નરસંગ ટેકરી બંધ પાનની કેબીન તાળા તોડને બીસ્કીટ અને વેફર ચોરી કરેલ.

ડીમલેન્ડ સીમેના સામે સત્યનારાયણ એજન્સીની બંધ દુકાનના તાળા તોડી કુલ પ૦ હજારની ચોરી લે વે કરી હતી.

બેરલા ગામના પાટીયા પાસે બંધ કેબીનમાંથી પરચુરણની ચોરી રોકડીયા હનુમાન વિસ્તારમાં બંધ મકાનમાંથી રોકડ પ૦ હજારના સોના ચાંદીના દાગીનાની ચોરી કર્યાની ત્રણેયએ કબુલાત આવેલ.

એક માસ પહેલા ઉદ્યોગનગરમાં બંધ મકાનના તાળા તોડી રોકડા પ હજાર ચોરી, શ્યામ પાર્કમાંથી બંધ મકાનમાંથી રૂ. ૩પ હજાર તથા દાગીનાની ચોરી કરી હતી. ઉદ્યોગનગરના અન્ય બંધ મકાનમાંથી તાળા તોડી નાખ્યા હતા. કિંમતી વસ્તુ મળી નહોતી, માધવાણી કોલેજની કેન્ટીંગમાંથી પરચુરણની ચોરી.

રાજકોટમાં રાજેશ્રી સીનેમા પાછળ હોલસેલની દુકાનમાંથી તાળા તોડી રૂ. ૧૮ હજારની ચોરી, આજી ડેમ માંડા ડુંગરવાળો પ્રદીપપરી ચોરીમાં સાથે હતો. ૪ માસ પહેલા રાજકોટ સોરઠીયા વાડીમાં બંધ મકાનના તાળા તોડી સોનાની વીંટી નંગ-૪ બુટી-ર સહિત સોનાના દાગીના અને રોકડ ર૪ હજારની ચોરી કરી હતી. સોરઠીયાવાડીમાં બંધ મકાનના તાળા તોડી સોનાના દાગીના તથા રપ હજારની રોકડની ચોરી કરી હતી.

ત્રણેક માસ પહેલા રાજકોટ વાણીયાવાડીમાં બંધ મકાનમાં સોનાના દાગીના રોકડ રૂ. ૧૮ હજારની ચોરી કરી હતી. ચારે માસ પહેલા સોરઠીયાવાડીમાં બંધ મકાનના તાળા તોડી કિંમતી રોકડ મળી આવેલ નહીં.

જુનાગઢમાં મેંદરડાના મોટી ખોડીયાર ગામેથી બંધ મકાનમાંથી તાળા તોડી રોકડ ર૦ હજાર મળેલ હતા. અઢી વર્ષ પહેલા મેંદરડાની બાજુમાં મોટી ખોડીયાર ગામે બંધ મકાનના તાળા તોડી રૂ. ૯ હજારની ચોરી કરી હતી. મોટી ખોડીયારમાં ત્રીજી ચોરીમાં પાનબીડી બંડલની ચોરી કરી હતી.

જુનાગઢ પોલીસ મહાનિરીક્ષક સુભાષ ત્રિવેદીની સુચનાથી પોરબંદર એસ.પી. ડો. પાર્થરાજસિંહના માર્ગદર્શન હેઠળ સીટી ડીવાયએસપી જે. સી. કોઠીયા દ્વારા મીલકત સબંધે ગુહના ભેદ ઉકેલવા ઝુંબેશ હેઠળ ત્રણેય આરોપીને પકડી પાડયાં  હતા.

(11:49 am IST)