Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

માણાવદર પાલિકા-તાલુકા પંચાયતનું પણ ભાજપમાં વિલીનીકરણઃ વંથલી પાલિકા પણ ભાજપમાં વિલીન થશે ?

માણાવદર તા.૧૧ : પૂર્વધારાસભ્યએ કોંગ્રેસ  છોડી ભાજપનો ખેસધારણ કર્યો છે. ત્યારે માત્ર ર૬ કલાકમાં કેબીનેટ મંત્રી પદ મળી ગયું માણાવદર-વંથલી, મેંદરડા પંથકમાં એકધારૂ કોંગ્રેસનું શાસન રહ્યું હતું.

જેમાં માણાવદર પંચાયતથી પાર્લમેન્ તેની પાસે હતી ત્યારે ભાજપનો ખેસ પહેરતા તેના સમર્થકો ચુંટાયેલા વિવિધ સંસ્થાના સભ્યો પણ ભાજપમાં વિલીનીકરણ થયું છ.ે જેમાં પાલિકા સભ્યો તા.પંચાયત માણાવદર ત્થા વંથલી પાલીકા જોડાય હોવાનું સૂત્રો જણાવે છ.ે

આ પંથકમાં જે એક સમયે કોંગ્રેસ-ભાજપ કટ્ટર રાજકીય હરિફ હતા તેવા આગેવાનો કાર્યકરો કે જેઓએ એક બીજા પક્ષ માટે અનેક કામો કર્યા એકબીજાની ટીકાઓ કરી તે હવે ભેગા બેસશે તે વાત પ્રજાજનોમાં ઠેર-ઠેર ચર્ચાનો વિષય બન્યો છે આજ ધારાસભ્યએ ભાજપના સીંચાઇ મંત્રી શ્રી સુરેજા રતિભાઇ પાટીદાર આગેવાન ચંદુભાઇ ફળદુ, ગત ચુંટણીમાં ભાજપ આગેવાન ટીંનુભાઇ ફળદુ, પાટીદાર આગેવાન જેરામભાઇ પટેલ જેવા ધુરંધર આગેવાનોને હરાવ્યા હતા. હવે આજ ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા સાથે જે ભાજપમાં હારેલા ઉમેદવારો છે તે સાથે ઉકેલી આ પંથકનો કેવો વિકાસ કરશે તે જોવુ રહ્યું આગામી દિવસોમાં પક્ષ પલ્ટો કરતા મતદારોનું માનસ તો નહી પલ્ટાયને કેમ કે ભાજપ નહોતી જોતી એટલે તો કોંગ્રેસને મત આપી ચુંટયા હતા હવે તેવી સ્થિતિમાં મતદારો શું ભાજપને ચુંટશે? તો વર્ષોથી કાર્યકારો આગેવાનોએ સેવા કરે તેની બાદબાકીને ર૬ કલાકમાં પ્રવેશ કરનારને કેબીનેટ પદ શું પચાવી શકશેે જુના આગેવાનો તે આગામી ચુંટણી ઉપર અસર ન થાય તો નવાઇ નહિ હવે ભાજપમય છે તો વિકાસ કાર્યો કરો (૬.૯)

(11:45 am IST)