Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ભાવનગરમા મહિલા દિન પ્રસંગે ર૭પ ગરીબ બહેનોને ચપલ વિતરણ

 ભાવનગર : ઉષાબહેન ચંદ્રવદનભાઇ શાહના સહકારથી ઉનાળાના પ્રારંભે ર૭પ ગરીબ બહેનોને શિશુવિહાર સેવા સંકુલ દ્વારા ચપલનું વિતરણ કરવામાં આવેલ છે.પ્રતિવર્ષ આ અનોખા સેવાયજ્ઞમાં સાક્ષીભાવે પૂર્વ શિક્ષક રાઘવજીભાઇ પટેલ તથા સંસ્થાના પ્રમુખ ડો. નિર્મળભાઇ વકીલે ઉપસ્થિત રહી જરૂરિયાતમંદ ગરીબ બહેનોને કાપડની થેલીમાં ચપલનું વિતરણ કર્યું હતું. ગરમીના પ્રારંભે શિશુવિહારની ઉમદા સેવામાં પ્રતિવર્ષ સહયોગ આપનાર ઉષાબહેન ચંદ્રવદનભાઇ શાહનો લાભાન્વિતોએ આભાર માન્યો હતો. તસ્વીરમાં ઉપસ્થિત મહેમાનો નજરે પડે છે. (તસ્વીરઃ વિપુલ હિરાણી)

(9:55 am IST)