Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

ભાવનગરમાં લગ્નની લાલચ આપીને યુવતિ ઉપર વારંવાર દુષ્કર્મ : આરોપીના પરિવારજનો દ્વારા ખૂનની ધમકી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૧૧: ભાવનગર શહેરમાં રહેતી યુવતીને લગ્નની લાલચ આપી એક શખ્સે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

બનાવની વિગત એવી છે કે ભાવનગર શહેરમાં રહેતી યુવતીએ હિતેષ ભુપતભાઇ રાઠોડ નામના શખ્સ સામે એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૧-૧ -૨૦૨૦થી તા. ૭-૨ દરમ્યાન તેણીને લગ્નની લાલચ આપી વારંવાર તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે દિનેશના મામા રણજીત બારૈયા, માતા ગીતાબેન, ભાભી પાયલબેન અને બેન સોનલબેન મકવાણાએ તેણીને અમારા હિતેશને છોડી દે જે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસે આ અંથે હિતેષ અને તેના પરિવારજનો વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:16 am IST)