Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

ઠંડીમાં આજે પણ ઘટાડો - વાદળા છવાયા : નલીયા ૮.૮ ડિગ્રી

લઘુત્તમ તાપમાનનો પારો સડસડાટ ઉંચે ચડી જતા સવારે - રાત્રે સામાન્ય ઠંડક

રાજકોટ તા. ૧૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં આજે પણ ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. આજે સવારથી આછા વાદળા છવાઇ ગયા છે અને કચ્છના નલીયાનું લઘુત્તમ તાપમાન ૮.૮ ડિગ્રી, ગિરનાર પર્વત ૧૨.૦, ભુજ ૧૩.૪, કંડલા એરપોર્ટ ૧૩.૫, જામનગર ૧૬.૦, રાજકોટ ૧૬.૩, જુનાગઢમાં લઘુત્તમ તાપમાન ૧૭.૦ ડિગ્રી નોંધાયું છે.

 

જામનગર

જામનગર : આજનું હવામાન ૨૭ મહત્તમ, ૧૬ લઘુત્તમ, ૬૨ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૮.૮ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

જુનાગઢ

જૂનાગઢ : સોરઠના તાપમાનમાં આજે ધરખમ વધારો થતાં ઠંડીમાં ૪ ડિગ્રીનો ઘટાડો થયો છે.

ગઇકાલે સપ્તાહના પ્રથમ દિવસે જુનાગઢનું લઘુત્તમ તાપમાન ૧૨.૯ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે પારો ઉપર ચડીને ૧૭ ડિગ્રીએ સ્થિર થયો હતો. જેના પરિણામે ઠંડીનું પ્રમાણ નહિવત થઇ ગયું હતું.

જૂનાગઢના ગિરનાર ખાતે આજનું તાપમાન ૧૨ ડિગ્રી રહેતા પ્રવાસીઓને ઠંડીમાં રાહત મળી છે.

ચાર ડિગ્રી તાપમાન વધવા છતાં સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૫ ટકા રહ્યું હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૩.૩ કિમીની રહી હતી.(૨૧.૫)

સૌરાષ્ટ્ર - કચ્છમાં કયાં કેટલુ તાપમાન

શહેર

લઘુત્તમ તાપમાન

નલીયા

૮.૮ ડગ્રી

ગિરનાર પર્વત

૧૨.૦ ,,

ભુજ

૧૩.૪ ,,

કંડલા એરપોર્ટ

૧૩.૫ ,,

રાજકોટ

૧૬.૩ ,,

જુનાગઢ

૧૭.૦ ,,

જામનગર

૧૬.૦ ,,

કેશોદ

૧૭.૬ ,,

ભાવનગર

૧૮.૧ ,,

દ્વારકા

૧૮.૯ ,,

પોરબંદર

૧૯.૪ ,,

વેરાવળ

૨૦.૩ ,,

૪ મહાનગરો

ગાંધીનગર

૧૪.૮ ડિગ્રી

અમદાવાદ

૧૫.૫ ,,

વડોદરા

૧૫.૫ ,,

સુરત

૧૮.૬ ,,

ગુજરાત

ડીસા

૧૦.૬ ડિગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૫.૪ ,,

દિવ

૧૯.૨ ,,

(11:46 am IST)