Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

ગુજરાત નેવલ એરિયાનાં ફલેગ ઓફિસર કમાન્ડિંગ તરીકે ચાર્જ સંભાળતા રીઅર એડમીરલ પુરવીર દાસ

નૌ સેના મેડલ વિજેતા રીઅર એડમીરલ પુરવીરદાસ : અગાઉ આઇએનએસ વિક્રમાદિત્યના કમાન્ડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા

પોરબંદર,તા.૧૧: રીઅર એડમીરલ પુરવીર દાસ, નૌસેના મેડલ વિજેતાએ ગુજરાત, દમણ અને દીવના નવલ એરિયાના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. ગુજરાત, દમણ અને દીવ નવલ એરિયાના હેડકવાર્ટર ખાતે યોજાયેલી સમારોહ પરેડ દરમિયાન તેમણે રીઅર એડમીરલ સંજય રોયે, વિશિષ્ટ સેના મેડલ પાસેથી 'ચોથા'ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ તરીકે સત્ત્।ાવાર રીતે કાર્યભાર સંભાળ્યો છે.

ગુજરાત રાજય વ્યૂહાત્મક સ્થળ તરીકે દેશમાં મોખરાનો દરિયાકાંઠો ધરાવતું હોવાથી નૌકાદળ તેને ઉચ્ચ પ્રાથમિકતા આપે છે. ગુજરાત, દમણ અને દીવ નૌકાદળ વિસ્તારમાં થતી તમામ કામગીરીઓ માટે વેસ્ટર્ન નવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફને રિપોર્ટ કરવા માટે જવાબદાર છે.

રીઅર એડમીરલ પુરવીર દાસ, એનએમ ખડકવાસલા ખાતે આવેલી નેશનલ ડિફેન્સ એકેડેમી; ગોવામાં આવેલી નવલ કોલેજ; લંડનમાં આવેલી કિંગ્સ કોલેજ અને નવી દિલ્હીમાં આવેલી નેશનલ ડિફેન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમણે મીડશીપમેન તરીકે ચીફ ઓફ નવલ સ્ટાફ ગોલ્ડ મેડલ, સબ લેફ્ટેનન્ટ તરીકે સ્વોર્ડ ઓફ ઓનર અને રીસર્ચ પેપર માટે ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ સધર્ન નવલ કમાન્ડ ગોલ્ડ મેડલ અને પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠા બદલ નૌસેના મેડલ પ્રાપ્ત કર્યું છે.પોતાની ૩૦ વર્ષની કારકિર્દી દરમિયાન તેમણે દરિયામાં અને આંતરિક વિસ્તારોમાં સંખ્યાબંધ વિશેષજ્ઞ, સ્ટાફ અને ઓપરેશનલ નિયુકિતઓ પર સેવા આપી છે. તેમણે ભારતીય નૌકાદળના જહાજ કોઝીકોડ, કોરા, શિવાલિક અને એરક્રાફ્ટ વાહક વિક્રમાદિત્યનું કમાન્ડિંગ કર્યું છે.  વર્તમાન નિયુકિત પૂર્વે તેઓ ભારતના એકમાત્ર એરક્રાફ્ટ વાહક આઇએનએસ વિક્રમાદિત્યના કમાન્ડિંગ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા.

(11:42 am IST)