Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

નોંધણવદર બસ સ્ટેન્ડ પાસે કેબિનમાં રાખેલ વિદેશી દારૂના જથ્થા સાથે જયપાલસિંહને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી પોલીસ

 ભાવનગર :ભાવનગરના પાલીતાણાના નોંધાવદર ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલા એક કેબિનમાં રાખેલ વિદેશી દારૂના જથ્થા સાથે જયપાલસિંહ ઝાલાને ભાવનગર એસઓજી પોલીસે ઝડપી લીધો છે

ભાવનગર શહેર/જીલ્લામાંથી પોલીસ અધિક્ષકરી પી.એલ.માલએ ભાવનગર જીલ્લામાંથી દારૂ/જુગારની બદી નાબુદ કરવા હાથ ધરેલ ઝુંબેસના ભાગ રૂપે એસ..જી.ના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ..જી. સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા

   દરમ્યાન પોલીસ હેડકોન્સ. હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણાને મળેલ બાતમી આધારે નોંઘણવદર ગામના બસ સ્ટેન્ડ પાસે સાંઇનાથ ટ્રાવેર્લસની ઓફીસની બાજુમાં લાકડાની કેબીનમાં રાખેલ ભારતીય વિદેશી દારૂની બોટલ નંગ-૨૩ તથા બીયર ટીન નંગ-૪૦ કુલ કિ| ૧૯,૯૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી જયપાલસિંહ ઉપેન્દ્રસિંહ ઝાલા ([..૨૨) (  રહેવાસી-ગામ-નોંઘણવદર, તા.પાલીતાણા જી.ભાવનગર ) ને ઝડપી લઇને  આરોપી સામે પ્રોહી. એકટ તળે કાયદેસર કાર્યવાહી કરી પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.                            

કામગીરીમાં એસ..જી.ના પોલીસ સબ ઇન્સ. ડી.ડી.પરમારની સુચનાથી  પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા મહાવીરસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ. નિતીનભાઇ ખટાણા તથા અતુલભાઇ ચુડાસમા જોડાયા હતા.

 

(11:42 pm IST)