Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

સિક્કામાં પેસેન્જરો ભરવા બાબતે મુસ્લિમોમાં મારામારી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૧ : મેઘપર પોલીસ સ્ટેશનમાં યાકુબ જુમાભાઈ ગંઢાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–ર–૧૯ ના મોટી ખાવડી સામે, જાહેર રોડ ઉપર યાકુબ સાથે આ કામના આરોપી હમીદ વાઘેર, સાથે પ્રથમ સિકકા ગામે પેસેન્જર બાબતે બોલાચાલી થયેલ જેનુ મનદુઃખ રાખી અન્યો આરોપીઓ હમીદ વાઘેર, મમુળો ઉર્ફે પાતળો વાઘેર, અભલો વાઘેર એક અજાણ્યો રે. સિકકા, એકસંપ થઈ સી.એન.જી. રીક્ષા લઈ આવી મોટી ખાવડી ગેઈટ પાસે ફરીયાદી યાકુબભાઈને ભુંડી ગાળો કાઢી પાટુ નો માર મારી  હમીદ વાઘેરના એ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

જામજોપુરના આર.આર.સેલ.રાજકોટ ના કોન્સ. કમલેશભાઈ દેવરાજભાઈ રબારી એ ફરીયાદ નોંધાવી છે કે, બહુચરાજીના મંદિર પાસે જામવાડીના જાપા પાસે આવેલ આંબલીવાળાની બાજુમાં આવેલ આ કામના આરોપી યુનુશ સુલેમાન ઈસાભાઈ રાવકરડા, સોહીલ મામદભાઈ ઈસ્માઈલભાઈ, રે. જામવાડીવાળા દારૂ લીટર ૧૧૮ કિંમત રૂ.ર૩૬૦ તથા એકટીવા મોટરસયાકલ કિંમત રૂ.ર૦,૦૦૦ તથા રોકડા રૂ.૧પ૦૦ તથા મોબાઈલ ફોન નંગ–ર, કિંમત રૂ.પ,પ૦૦ મળી કુલ રૂ.ર૯,૩૬૦ના મુદામાલ સાથે રેઈડ દરમયાન ઝડપાઈ ગયેલ છે. સરમણ દેવાભાઈ મુસાર ફરાર થઈ ગયેલ છે.

મોટરસાયકલ ચોરાયાની રાવ

સીટી એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જીતેશભાઈ અશોકભાઈ ફલીયા એ ફરીયાદ નોંધાવી છે કે, વસંત વાટીકાના ગેઈટ પાસે, રણજીત સાગર રોડ જીતેશભાઈએ પોતાનું ડ્રીમ યોગા લાલા કલરનું મોટરસાયકલ નં.જી.જે.–૧૦–બી.એલ.૭૪૮૧ કિંમત રૂ.ર૦,૦૦૦નું પાર્ક કરેલ હોય જે મોટર સાયકલની ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

જૂની અદાવતનો ખાર

રાખી માર માર્યાની રાવ

સીટી સી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સુખદેવભાઈ જીવણભાઈ અસવાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦–ર–૧૯ ના એરપોર્ટ રોડ નવી આર.ટી.ઓ. કચેરી પાસે સુખદેવભાઈ ની ફઈની છોકરીએ આ કામના આરોપી પ્રકાશ શામજીભાઈ મથર સાથે પાંચેક વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયેલ હોય અને તે બાબતે માથાકુટ થતા ફરીયાદ થયેલ હોય તેનો ખાર રાખી પ્રકાશ એ ફરીયાદી  સુખદેવભાઈને માથાના લોખંડનો પાઈપ મારી સામાન્ય મુંઢ માર કરી તેમજઆરોપીઓ હિતેશ હમીરભાઈ મથર, કપીલ હમીરભાઈ મથર, વિરમ પેથાભાઈ અસવાર એ ફરીયાદી સુખદેવભાઈને ગાળો આપી ઢીકાપાટુ નો માર મારી મુઢ ઈજાઓ કરી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

પરણિતાને ત્રાસ આપ્યાની રાવ

અહીં મહિલા પોલીસ સ્ટેશનમાં ચેતનાબેન રાજેશભાઈ એભાભાઈ રાવલીયા એ ફરીયાદ નોંધાવી છે કે, લગ્ન  થયા ને દોઢ વર્ષ બાદ થી આજદિન સુધી પતિ– રાજેશભાઈ એભાભાઈ રાવલીયા, સાસુ– કરીબેન એભાભાઈ રાવલીયા, નણંદ– જીવીબેન એભાભાઈ રાવલીયા, રે. શીવાગામ, તા.ભાણવડ, જિ. દેવભૂમિ દ્વારકા વાળા હોય જે લગ્ન જીવન દરમ્યાન નાની નાની બાબતોમાં ફરીયાદી ચેતનાબેનનો વાંક કાઢી મેણાટોણા બોલી તથા શારીરીક તથા માનસીક દુઃખ ત્રાસ આપી ગાળો કાઢી એક બીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

(3:48 pm IST)