Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

જૂનાગઢમાં નકલી પોલીસ બનીને મજુરોને ધમકી આપીને એટીએમ કાર્ડ પડાવી લીધાઃ ૩ની ધરપકડ

જૂનાગઢ તા.૧૧: આજ રોજ પોલીસ માહાનિરીક્ષકશ્રીજૂનાગઢ વિભાગજૂનાગઢ સુભાષ ત્રિવેદી સાહેબ તથા જૂનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષક સાહેબશ્રીસૌરભસિંઘ તથા ઇ.ચા. પોલીસ અધિક્ષક સાહેબશ્રીરવિ તેજા વાસમસેટ્ટી સાહેબે અનડીટેકટ ધાડ,લુંટ,ઘરફોડ ચોરી ડીટેકટ કરવા (શોધી કાઢવા) આપેલ સુચના જે અન્વયે એસ..જી., જૂનાગઢ ના ઇ.ચા. પો.ઇન્સ. જે.એમ.વાળા તથા એસ..જી. સ્ટાફ સાથે કેશોદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કેજૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ગુ..નં. I ૧૦/૨૦૧૯.પી.કો. કલમ ૩૮૪,૧૭૦,૧૧૪ મુજબનો ગુનો ગઇ તા. ૨૧/૦૧/૨૦૧૯ ના રોજ જૂનાગઢ ૬૬ કેવી પાસે અર્જુન પાર્ક સોસાયટીમાં બનેલ. જેમાં ફરિયાદી ભોજારામ લાલારામ ચૌધરીરહે. હાલ- જૂનાગઢઅર્જુન પાર્ક સોસાયટીમુળ રહે. રાજસ્થાનજી. બાડમેર વાળા હોય જેમાં આ કામના ત્રણ અજાણ્યા આરોપી નકલી પોલીસ બની અહીં રહી માલ વેચવો હોય તો પૈસા આપવા પડશે નહીતર ગાંજાના કેસમાં ફીટ કરી દઈશું તેમ કહી સાહેદોને થપ્પડ મારી રોકડા રૂપિયા ૧૨,૦૦૦/- તથા મોબાઇલ નંગ- ૦૪ કિ.રૂ. ૧૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૨૨,૦૦૦/- નો મુદ્દામાલ બળજબરીથી કઢાવી લઈ ગયેલ હોય જે ગુનાના આરોપીઓની ટેકનીકલ તથા અલગ-અલગ માધ્યમથી તપાસ કરતા કેશોદ મુકામે રહેતા હોય જેથી કેશોદ મુકામેથી આ ત્રણેય આરોપીઓને પકડી જૂનાગઢ એસ..જી. ઓફિસે લાવી પુછપરછ કરતા ઉપરમાં જણાવેલ ગુનો આ કામના ત્રણેય આરોપીઓ કબુલ કરતા હોય જેથી તેના નામ- પુછતાં નં. () મહેશકુમાર નારણભાઇ કાથડદલીત..- ૩૪ધંધો- પ્રા. નોકરીરહે. કેશોદશ્રધ્ધા સોસા. “વિક્રમ”, જીજૂનાગઢ તથા નં. () સતીષભાઇ માધવજીભાઇ રાવલીયાદલીત..- ૨૫ધંધો- અભ્યાસરહે. કેશોદશ્રધ્ધા સોસા., એરપોર્ટ રોડજીજૂનાગઢ તથા નં. () રણજીતભાઇ ધીરૂભાઇ પરમારસગર..- ૨૬ધંધો- વેપારરહે. કેશોદરાધારમણ નગરરેલ્વે પાટાની સામેજી. જૂનાગઢ વાળાઓને ગુનામાં ગયેલ મુદ્દામાલના રોકડા રૂપિયા ૯૦૦૦/- તથા મોબાઇલ નંગ- ૦૪ તથા બનાવમાં ઉપયોગમાં લેવાયેલ મોટર સાયકલ પેશન પ્રો. નંબર GJ-11-BA-6126 કિ.રૂ. ૨૦,૦૦૦/- નું ગણી કુલ કિંમત રૂપિયા ૩૯,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી ગુનો ડીટેકટ કરી આરોપીઓને જૂનાગઢ તાલુકા પો.સ્ટે. સોંપી આપવા તજવીજ કરવામાં આવેલ છેઆ કામગીરીમાં એસ..જી., .ચા. પો.ઇન્સ. જે.એમ.વાળા તથા એસ..જી., સાયબર ક્રાઇમ સેલજૂનાગઢના પો.સબ ઇન્સએમ.જે.કોડીયાતર તથા એ.એસ.આઇ. રાજુભાઇ વ્યાસપો.હેડ કોન્સ. મહેન્દ્રભાઇ કુવાડીયાવિક્રમભાઇ ચાવડાસામતભાઇ બારૈયાકિશોરભાઇ નિમાવતલખમણભાઇ કારેથાહરીશભાઇ પીઠીયાદિપકભાઇ જાનીપો.કોન્સ. રાજુભાઇ ઉપાધ્યાયમહેન્દ્રભાઇ ડેરમજીદખાન પઠાણરવિભાઇ ખેરઅનિરૂધ્ધભાઇ વાંકભરતભાઇ સિંધવશૈલેન્દ્રસિંહ સીસોદીયાબાબુભાઇ કોડીયાતરજયેશભાઇ બકોત્રા નાઓ સાથે મદદમાં રહેલ હતા.(૧.૨૬)

(3:48 pm IST)
  • પ્રિયંકાની સક્રિય રાજકારણ બાદ સોશ્યલ મીડીયામાં પણ એન્ટ્રીઃ ટવી્ટર ઉપર સક્રિય થયા : priyankagandhi થી ટવી્ટર હેન્ડલ શરૂ કર્યું access_time 3:30 pm IST

  • ચંદ્રબાબુ નાયડુના ઉપવાસ પૂર્ણ :પૂર્વ પીએમ દેવગૌડાએ કરાવ્યા પારણા :વિપક્ષી નેતાઓ થયા એકજુથ :ચંદ્રાબાબુ નાયડુએ રાત્રે 8,20 કલાકે પોતાના એક દિવસના ઉપવાસ ખત્મ કર્યા હતા access_time 1:07 am IST

  • રાજકોટ : સિટીબસ,BRTS બસના ડ્રાઈવર અને કંડકટર સામે RMCની લાલઆંખ :વિજિલન્સ દ્વારા 22 બસમાં કર્યું સરપ્રાઈઝ ચેકીંગ :ટિકિટ નહીં આપનારા 5 કંડકટરને કાયમી સસ્પેન્ડ કરાયા:મોડી ટિકિટ આપનાર 5 કંડકટરને 7 દિવસ માટે અને 11 કંડકટરોને 10 દિવસ માટે કર્યા સસ્પેન્ડ access_time 12:24 am IST